વૈશાખ સુદ બીજ એટલે અખાત્રીજ, અક્ષય તૃતીયા નો દિવસ. અખાત્રીજના આ દિવસે ભગવાન પરશુરામની જન્મ જયંતિ પણ મનાવવામાં આવે છે. પરશુરામ જયંતિ નિમિત્તે સમગ્ર દેશ-રાજ્ય અને અમદાવાદ શહેરમાં જુદી જુદી જગ્યાએ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. શહેરના બોપલ-ઘુમા વિસ્તારમાં આવેલા નંદેશ્વર મહાદેવ ખાતે વહેલી સવારે આરતી બાદ પરશુરામ યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવી હતી.
બોપલથી નિકળેલ આ યાત્રામાં પશ્ચિમ અને પૂર્વ અમદાવાદમાં વસતા અનેક શ્રધ્ધાળુઓ જાડાયા હતા. યાત્રા દરમિયાન કેટલાક વિસ્તારોમાં ઠંડા પાણી, છાશનું વિતરણ તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. શહેરના નવાવાડજ વિસ્તારમાં આવેલ વ્યાસવાડી નજીક આવેલા પરશુરામ સર્કલને ફૂલ-હાર થી શણગારમાં આવ્યુ હતુ. આ સાથે કેટલાક વિસ્તારમાં ડાયરા-ગીત-સંગીત-ભજનના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.