મુંબઈ,
સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીતી ચોપરા સ્ટારર ફિલ્મ ‘જબરીયા જોડી’નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ કોમેડી ફિલ્મને પ્રશાંત સિંહે ડિરેક્ટ કરી છે અને એકતા કપૂરે પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મની સ્ટોરી બિહારમાં સેટ છે એટલે તેના કેરેક્ટરની ભાષા અને ટોન પણ એક્ઝેટ એવા જ છે. લવ સ્ટોરીને કોમેડી વેમાં બતાવી છે અને ટ્રેલરમાં બિહારની ફેમસ હોળીની ઝલક પણ જોવા મળી છે. ફિલ્મની રિલીઝ ડેટ ૨૬ જુલાઈથી બદલીને હવે ૨ ઓગસ્ટ કરવામાં આવી છે.
ફિલ્મમાં સિદ્ધાર્થ ‘અભય સિંહ’ નામના રફ એન્ડ ટફ છોકરાના રોલમાં છે. પરિણીતીને પણ ફુલ સ્વેગમાં બતાવવામાં આવી છે. ટ્રેલરમાં જાવેદ જાફરીના વન લાઈનર મજા કરાવે એવા છે. આ હટકે લવ સ્ટોરીમાં છોકરી ખુદ બોયફ્રેન્ડને કિડનેપ કરાવી તેની સાથે જબરદસ્તી લગ્ન કરવાનો પ્લાન બનાવે છે. જેને ‘પકડુઆ શાદી’ અથવા ‘જબરીયા શાદી’ કહે છે જે બિહાર રાજ્યમાં ઘણી ફેમસ છે. તેમાં દીકરીનો પરિવાર દહેજથી બચવા દુલ્હાને કિડનેપ કરીને જબરદસ્તી લગ્ન કરાવે છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં સંજય મિશ્રા અને અપારશક્તિ ખુરાના પણ સામેલ છે.