Charotar Sandesh
ગુજરાત ચરોતર મધ્ય ગુજરાત રાજકારણ

પરેશ ધાનાણી બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું રાજીનામું

  • કાર્યકરો મોટા નેતાઓ પર હારનો ટોપલો ઠલવી રહ્યા છે ત્યાં જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ રાજીનામું આપવા માટે જીદે ચઢ્યા છે

  • કોંગ્રેસનાં બે દિગ્ગજ નેતાઓના રાજીનામાંથી રાજ્યનાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

ગાંધીનગર,
લોકસભાની ચૂંટણીમાં કારમી હારનો સ્વાદ ચાખ્યા બાદ કોંગ્રેસમાં ઘમાસાણ ચાલી રહ્યું છે. કાર્યકરો મોટા નેતાઓ પર હારનો ટોપલો ઠલવી રહ્યા છે ત્યાં જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ રાજીનામું આપવા માટે જીદે ચઢ્યા છે ત્યારે કોંગ્રેસના અમરેલીના ઉમેદવાર પરેશ ધાનાણીએ આજે બીજેપીના ઉમેદવાર નારણ કાછડીયાથી હાર્યા બાદ વિપક્ષ નેતા પદ પરથી રાજીનામું આપી દીધુ હતું ત્યારે આકંલવ વિધાનસભાના ધારાસભ્ય અમિત ચાવડાએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પરથી રાજીનામું આપી દીધુ છે.
તમને જણાવી દઇએ કે, પરેશ ધાનાણીએ વિપક્ષ નેતા પદ પરથી તો અમિત ચાવડાએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના પદ પરથી હાઇકમાન્ડને ઇ-મેલ કરીને પોતાનું રાજીનામું આપી દીધુ છે. આમ કોંગ્રેસનાં બે દિગ્ગજ નેતાઓના રાજીનામાંથી રાજ્યનાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
ઉલ્લેખનીય છે કે, બંન્ને કદ્દાવર નેતાઓએ રાજીનામાં તો આપી દીધા છે પરંતુ હાઇકમાન્ડ તેનો સ્વાકાર કરે છે કે નઇ તે જોવાનું રસપ્રદ બની પહશે. પરંતુ ત્યાં જ હાઇકમાન્ડમા કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દેવા માટે હઠે ચઢ્યા છે. તો ત્યાં એ પણ જોવાનું રહેશે કે રાહુલ ગાંધી બાદ કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ પદે કોણ બિરાજમાન થાય છે. પરંતુ હાલમાં તો સ્પષ્ટ નજર આવી રહ્યું છે કે, ગુજરાતમા કોંગ્રેસ તૂટી રહી છે.

Related posts

શિક્ષકોના વિરોધ સામે ઝૂકી સરકાર : ૮ કલાક ફરજિયાત હાજર રહેવાનો પરિપત્ર કરવો પડ્યો રદ્દ

Charotar Sandesh

રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં એક હજાર બેંકકર્મી થયા સંક્રમિત…

Charotar Sandesh

ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાનો અમીછાંટણા સાથે પ્રારંભ… જુઓ… Live

Charotar Sandesh