બોલિવુડની ડ્રામા Âક્વન રાખી સાવંતે સોશિયલ મીડિયા પર પોતાનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં તે પાકિસ્તાનના ઝંડાની સાથે દેખાઈ રહી છે. રાખી ફોટામાં એક નદીના કિનારે સ્કર્ટમાં પાકિસ્તાની ઝંડો પકડીને પોઝ આપી રહી છે.
ફોટાની સાથે રાખીએ લખ્યું, હું મારા ભારતને પ્રેમ કરું છું, પરંતુ ફિલ્મ કલમ ૩૭૦માં આ મારું કેરેક્ટર છે. આ ફોટા ઉપરાંત, તેણે એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તે આ ફિલ્મ વિશે જણાવી રહી છે. રાખીએ જણાવ્યું હતું કે, તે ફિલ્મ કાશ્મીર સમસ્યા અને કાશ્મીરી પંડિતો પર આધારિત છે. હું આ ફિલ્મમાં એક પાકિસ્તાની યુવતીનું કેરેક્ટર પ્લે કરી રહી છું.
જાકે, રાખીની આ પોસ્ટ પર કેટલાક પાકિસ્તાની યુઝર્સે આપત્તિ પણ વ્યક્ત કરી છે. એક યુઝરે લખ્યું, તું ક્્યાંયથી પણ અમારી સભ્યતાને નથી દર્શાવતી, પાકિસ્તાન ઈસ્લામને માને છે, જે ખૂબ જ પાક અને શાંતિપૂર્ણ ધર્મ છે અને તે કોઈપણ મહિલાને આવી રીતે અંગ પ્રદર્શન કરવાની પરવાનગી નથી આપતો.
તેના જવાબમાં એક્ટ્રેસે લખ્યું, આ માત્ર એક ફિલ્મ છે, મારું મગજ ના ખાઓ. જા તમને સારું ના લાગે તો મારા ઈન્સ્ટાગ્રામ પરથી જતા રહો.