Charotar Sandesh
ઈન્ડિયા

પાકિસ્તાન ઘૂંટણિયે : ભારત સાથે વાતચીત કરવા માટે તૈયાર…

આખી દુનિયામાંથી કાશ્મીર મુદ્દે પછડાટ ખાદ્યા બાદ નફ્ફટ પાક.ની શાન ઠેકાણે આવી…

ઇસ્લામાબાદ/ન્યુ દિલ્હી,
જમ્મુ અને કાશ્મીરથી આર્ટિકલ ૩૭૦ હટાવ્યા બાદથી ઉકળી ઉઠેલા પાકિસ્તાને હવે ભારતની સાથે વાતચીતની રજૂઆત કરી છે. છેલ્લા થોડાક દિવસોથી યુદ્ધ અને પરમાણુ યુદ્ધની બોદી ધમકીઓ આપી રહેલા પાકિસ્તાનની શાન ઠેકાણે આવતી લાગી રહી છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું કે પાકિસ્તાને ક્યારેય દ્વિપક્ષીય સ્તરે ભારતની સાથે વાતચીતના વિચારનો વિરોધ નથી કર્યો. કુરૈશીએ કહ્યું કે, અમે ક્યારેય વાતચીત માટે ના નથી પાડી, જોકે અમે ભારત દ્વારા ઊભા કરવામાં આવેલા માહોલમાં વાતચીતની શક્યતા નથી લાગતી.
આ મુદ્દે બહારના હસ્તક્ષેપ વિશે વાત કરતાં કુરૈશીએ કહ્યું કે, આ મુદ્દા પર કોઈ પણ બહારના હસ્તક્ષેપની ખૂબ સરાહના કરવામાં આવશે.
કુરૈશીએ ભલામણ કરી કે, જમ્મુ-કાશ્મીરમાં ધરપકડ કરાયેલા રાજનેતાઓની મુક્તિ બાદ રાજકીય નેતૃત્વ દ્વારા ભારતની સાથે વાતચીત શરૂ કરી શકાય છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કાશ્મીર મુદ્દે ત્રણ પક્ષ પાકિસ્તાન, ભારત અને કાશ્મીરના લોકો છે.
કુરૈશીએ કહ્યું કે, કાશ્મીરી નેતાઓને મુક્ત કરવામાં આવે તો વાતચીત થઈ શકે છે. મને તેમને મળવાની મંજૂરી આપવી જોઈએ જેથી તેમની સાથે સંવાદ થઈ શકે. વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું છે કે તેમની સરકારે ભારતની સાથે કોઈ પણ પ્રકારની વાતચીતની પહેલા કરવાનું બંધ કરી દીધું છે, તેમનો દાવો છે કે જમ્મુ-કાશ્મીરમાં ભારતના નિર્ણયથી બંને પરમાણુ શક્તિઓની વચ્ચે પૂર્ણ ટક્કર થઈ શકે છે.
આ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, કાશ્મીરના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ બની ગઇ છે. દુનિયા કાશ્મીરને નજરઅંદાઝ ન કરી શકે. આપણે સૌ ખતરામાં છીએ. જો દુનિયા કાશ્મીર અને ત્યાંના નાગરિકો પર અત્યાચારને રોકવા માટે આગળ નહિ આવે તો તેનું પરિણામ સમગ્ર વિશ્વને ભોગવવું પડશે. બે પરમાણુ શક્તિથી સંપન્ન દેશ વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ બની ગઇ છે.
ભારત સાથે વાત કરવાનો કોઈ અર્થ નથી. મારો મતલબ છે, મેં બધું જ કરી જોયું. દુર્ભાગ્યવશ, હવે જ્યારે હું પાછળ વળીને જોઉં છું, તો શાંતિ અને સંવાદ માટે હું જે કરી રહ્યો હતો, મને લાગે છે કે તેઓએ તેને તુષ્ટીકરણ માન્યું.
એક લેખમાં ઈમરાને કહ્યું હતું કે, જો ભારત જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને હટાવવાનો નિર્ણય પલટી દે છે, પ્રતિબંધો ખતમ કરે છે અને પોતાની સેનાને પરત બોલાવે છે ત્યારે જ તેમની સાથે વાતચીત થઈ શકે છે. ઈમરાને કહ્યું કે, કાશ્મીર પર સંવાદમાં તમામ પક્ષકાર ખાસ કરીને કાશ્મીરી સામેલ થવા જોઈએ.

Related posts

કોરોનાના પગલે યુએઇએ ભારતથી આવતી ફ્લાઇટ પર ૧૦ દિવસનો પ્રતિબંધ મૂક્યો…

Charotar Sandesh

નથૂરામ ગોડસે અને વડાપ્રધાન મોદીની વિચારધારા એક સમાન : રાહુલ ગાંધી

Charotar Sandesh

ખુશખબર : ‘કોરોના વાયરસ’ના હાહાકાર વચ્ચે સોના-ચાંદી ચાંદીના ભાવમાં પણ કડાકો…

Charotar Sandesh