Charotar Sandesh
વર્લ્ડ

પાકિસ્તાન વડાપ્રધાન ખોખરાપાર-મુનાબાઓ બૉર્ડર ખોલે : અમેરિકન એડવોકેસી ગ્રુપ

બોર્ડર ખોલવાથી લાખોના દિલ જીતવા ઉપરાંત બંને દેશો વચ્ચેના સબંધો સુધરશે…

USA : અમેરિકાના એક અડવોકેસી ગ્રુપે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને ખોખરાપાર-મુનાબાઓ બોર્ડર ખોલવા જણાવ્યું છે. એડવોકેસી ગ્રુપ વાઈસ ઓફ કરાચીએ કહ્યું કે ખોખરાપાર બોર્ડરને ખોલવાથી પાકિસ્તાનના શ્રદ્ધાળુ રાજસ્થાનના અજમેર સ્થિત સૂફી સંત મુઈનુદ્દીન ચિશતીની દરગાહ પર પ્રાર્થના કરી શકશે. જ્યારે હિન્દુ શ્રદ્ધાળુ પણ પાકિસ્તાનમાં બલૂચિસ્તાનના હિંગલાજ મંદિરના દર્શન કરી શકશે. ગ્રુપે તાજેતરમાં જ શીખ શ્રદ્ધાળુઓ માટે કરતારપુર કોરિડોરને ખોલવા બદલ ઈમરાને અભિનંદન પાઠવ્યા હતા.

વોઈસ ઓફ કરાચીનું પ્રતિનિધિત્વ મુહાજિર કરે છે. આઝાદી બાદ ભારતથી પાકિસ્તાન ગયેલા મુસ્લિમોને મુજાહિર કહેવામાં આવે છે. ગ્રુપ સાથે જોડાયેલા નદીમ નુસરતે ઈમરાનને ચિઠ્ઠી લખી, તમારી સરકારને કરતારપુર કોરિડોરને ખોલીને ઉદારતા દર્શાવી છે, તેનાથી શીખ શ્રદ્ધાળુઓને પાકિસ્તાન સ્થિત પવિત્ર સ્થળના દર્શનનો લાભ મળી રહ્યો છે. હું તે લાખો મુસ્લિમ અને હિન્દુઓ તરફથી તમને અનુરોધ કરું છું કે ખોખરાપાર-મુનાબાઓ બોર્ડરને પણ ખોલીને આ પ્રકારની ઉદારતા દર્શાવો.

નુસરતે કહ્યું તેનાથી તમે માત્ર લાખોના જીતશો એવું નથી, પરંતુ લોકોની વચ્ચે પરસ્પર સબંધ સુધારવાથી બંને દેશોની વચ્ચેના તણાવમાં પણ ઘટાડો આવશે. સાથે જ કરતારપુર કોરિડોર ખોલવા પછળના હેતુને લઈને જે અટકળો લગાવવામાં આવી હતી, તે ખત્મ થશે.

  • Nilesh Patel

Related posts

Vaccine : કોરોના કેસો વધતા બ્રિટનમાં લોકો કોરોનાના બુસ્ટર ડોઝ લેવા માટે બુકિંગ શરૂ

Charotar Sandesh

અમેરિકામાં વધુ એક ગુજરાતી લુટાયો : ન્યુજર્સીમાં જ્વેલરી શો રૂમમાં ૧૦થી ૧૨ બુકાનીધારીએ લૂંટ ચલાવી, જુઓ વિડીયો

Charotar Sandesh

અમેરિકામાં ગેરકાયદે વસતા લોકો માટેનું વિધેયક પસાર થયુ… જાણો…

Charotar Sandesh