Charotar Sandesh
વર્લ્ડ

પાક. એલઓસી પર ઘૂસણખોરોની મદદને બદલે આતંકવાદીઓ પર કાર્યવાહી કરે : અમેરિકા

ભારત આક્રમકતા ના દેખાડે, નાગરિકોના અધિકારોની રક્ષા કરવાની સલાહ આપી…

વૉશિંગ્ટન,
અમેરિકાએ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કરવાના ભારત સરકારના નિર્ણયને આડકતરું સમર્થન આપ્યું છે. અમેરિકાએ ફરી એકવાર પાકિસ્તાનને ચેતવણી આપી છે કે તેઓ તેમની ભૂમિ પર શરણ લઇ રહેલા આતંકવાદીઓ અને આતંકવાદી સમૂહોની વિરુદ્ધ કાર્યવાહી કરે અને એલઓસી પર ઘૂસણખોરી કરનારાઓની મદદ કરે નહીં. અમેરિકા પહેલા પણ અનેક વખત પાકિસ્તાનને આ વાત જણાવી ચૂક્યું છે. અમેરિકન હાઉસ ફોરેન અફેર્સ કમિટિ અને સેનેટ ફોરેન રિલેશન કમિટિએ એક સંયુક્ત નિવેદનમાં આ વાત જણાવી હતી.
નિવેદનમાં ભારતને પણ સલાહ આપવામાં આવી હતી કે, લોકશાહીમાં પારદર્શિતા અને રાજકીય ભાગીદારી સૌથી મહત્વપૂર્ણ છે. આશા છે કે ભારત સરકાર જમ્મુ-કાશ્મીરમાં આ વાતને ધ્યાનમાં રાખશે. ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. તેથી આશા કરવામાં આવે છે કે તમામ નાગરિકોને મહત્વ મળશે અને તેમના અધિકારોની રક્ષા કરાશે. આ ઉપરાંત તેમને સભા અને માહિતીના અધિકાર મળે તેમજ તેમને સુરક્ષાના અધિકાર મળે.
ત્યાંજ આર્ટિકલ ૩૭૦ હટાવવાના ભારત સરકારના નિર્ણયથી પાકિસ્તાન વ્યાકુળ છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને બુધવારે યુકેના વડાપ્રધાન બોરિસ જોનસન અને સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે આ અંગે વાતચીત કરી હતી.

  • Naren Patel

Related posts

ચીનના બોટલ વોટર કિંગ શાનશન એશિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા…

Charotar Sandesh

કેલિફોર્નિયા કોર્ટે એચ-૧બી વિઝા પર લગાવેલા પ્રતિબંધ પર રોક લગાવી…

Charotar Sandesh

સુલેમાનીનો જનાજો નીકળે તે પહેલાં અમેરિકા ફરી ત્રાટક્યું : પાંચ લડાકુના મોત…

Charotar Sandesh