Charotar Sandesh
ઈન્ડિયા

પાક.ની નફ્ફટાઇ : ૨૦૦૦થી વધુ સૈનિકોને પૂંછ સરહદે ખડક્યા…

પીઓકેમાં હલચલ તેજ,ભારતીય સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર…

ન્યુ દિલ્હી,
કાશ્મીર પર તણાવની વચ્ચે પાકિસ્તાને લાઇન ઓફ કંટ્રોલ (LoC) પર વધુ એક બ્રિગેડની તૈનાતી કરીછે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ના પૂંછ વિસ્તારની પાસે બાગ અને કોટલી સેકટરમાં એક બ્રિગેડ આવી ગઇ છે. આ બ્રિગેડમાં ૨૦૦૦થી વધુ સૈનિક છે. કહેવાય છે કે આ બ્રિગેડનો ઉપયોગ પાકિસ્તાન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના આતંકીઓને ભારતીય ક્ષેત્રમાં ઘૂસાડવા માટે કરી શકે છે. પીઓકેમાં થઇ રહેલી મોટી હલચલથી ભારતીય સુરક્ષા એજન્સીઓ એલર્ટ છે.
આની પહેલાં પણ પાકિસ્તાનના સરક્રીક વિસ્તાર અને LoCની નજીક સ્પેશ્યલ ફોર્સના ૧૦૦ જવાનોની તૈનાતી હતી. પાકિસ્તાનના આ પગલાંથી એક વખત તેમની નાપાક ચાલનો પર્દાફાશ થયો છે. તેઓ ભારતની વિરૂદ્ધ ઘૂસણખોરી અને સીઝફાયર તોડવા માટે આ સૈનિકોનો ઉપયોગ કરી શકે છે.
ભારતીય સેના પાકિસ્તાનની તરફથી એલઓસીની નજીક કરાયેલ આ તૈનાતી પર પોતાની નજર બનાવી છે. સાથો સાથ પાકિસ્તાન આ સૈન્ય ટુકડીઓની મદદથી ભારતીય સરહદમાં લશ્કરના આતંકીઓની ઘૂસણખોરી કરવાની કોશિષ કરી શકે છે. હાલની સ્થિતિમાં ભલે પાકિસ્તાની સૈનિકોની તૈનાતી ભારતીય પોસ્ટથી ૩૦ કિલોમીટરના અંતર પર થઇ હોય પરંતુ ભારતીય સેના પાકિસ્તાનના આ પગલાં પર પોતાની બાજર નજર રાખી છે.
તાજેતરના દિવસોમાં લશ્કર અને જૈશના આતંકી પાકિસ્તાનની ફોરવર્ડ પોસ્ટની તરફ આવીને ભારતીય સરહદમાં ઘૂસણખોરીની કોશિષમાં લાગ્યા છે. પરંતુ સરહદ પર ભારતીય જવાનોની મુસ્તૈદીએ પાકિસ્તાનના મંસૂબાને નિષ્ફળ કરી દીધો છે. પાકિસ્તાનની તરફથી સતત સીઝફાયરનું ઉલ્લંઘન પણ કરાઇ રહ્યું છે જેનો જવાબ ભારતીય સેના માકુલ રીતે આપી રહ્યા છે.

Related posts

પશ્ચિમ બંગાળના લોકોએ પરિવર્તનનું મન બનાવી લીધું છે : વડાપ્રધાન મોદી

Charotar Sandesh

મોદી સરકારનું જહાજ ડૂબી રÌšં છે, સંઘએ પણ સાથ છોડ્યો ઃ માયાવતી

Charotar Sandesh

દેશમાં ૨૪ કલાકમાં ૪૭,૬૩૮ નવા કેસ નોંધાયા, ૬૭૦ દર્દીનાં મોત…

Charotar Sandesh