ઉદવાડા : આજે ઉદવાડા ખાતે પારસીઓના ધર્મસ્થાન ઉદવાડામાં ઈરાન સા મહોત્સવ ૨૦૧૯નું આજે સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં વડા દસ્તુરજીએ સૌને આવકાર્યા હતા. ત્યારબાદ મુખ્યપ્રધાને જનસંબોધન કરતા કાર્યક્રમના સમાપન સમારોહમાં જણાવ્યું કે, પારસીઓનું મેડમ કામાથી લઈને છેક રતન ટાટા સુધી દેશના વિકાસમાં મહત્વનું યોગદાન છે. તેમનું આ યોગદાન દેશ ક્યારે ભૂલી નહિ શકે.ઈરાનના પર્શિયાથી આવેલા પારસીઓએ આજે પણ તેમનું રજત્વ, સત્વ અને પ્રમાણિકતા જાળવી રાખી છે.
તે એક શાંતિ પ્રિય કોમ છે જે દૂધમાં સાંકરની જેમ ભળી ગયા છે. પારસી ઇઝ નેમ ઇઝ ચેરિટી માઈક્રો માઈનોરિટીમાં આવવા છતાં આ કોમે ક્યારે સરકાર પાસે કોઈ ડિમાન્ડ કરી નથી કે ક્યારે ધર્મ પરિવર્તન પણ કરાવ્યું નથી. તે પોતાની કોમની રક્ષા માટે સતત અગ્રેસર છે.પારસી ઇઝ નેમ ઇઝ ચેરિટીઃ વિજય રૂપાણીરૂપાણીએ ઝ્રછછ કાયદા વિશે વાત કરતા કહ્યું કે, ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશમાં જ્યારે ભાગલા પડ્યા હતા. ત્યારે અનેક હિંદુઓ જે ભારતમાં આવ્યા હતા તેઓને અહીંની નગરિકતા મળી નથી અને ઝ્રછછ એક્ટએ જ હિન્દૂઓને નાગરિકતા આપવાની વાત છે.
પણ કેટલાક લોકો એમાં પણ વોટબૅન્કની રાજનીતિ રમી રહ્યા છે. વળી એક દેશ છોડી બીજા દેશમાં વસવું એ બધાથી સારી રીતે સમજી શકે તો એ પારસી કોમ છે કારણ કે તેઓએ પણ ઈરાનથી અહીં આવી વસવાટ કર્યો હતો.તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘ દ્રષ્ટીથી શરૂ કરેલા ઉદવાડા મહોત્સવમાં બોલાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.