ન્યુ દિલ્હી,
પેટ્રોલ અને ડીઝલના ભાવને જીએસટી (GST) માં લાવવા માટે એક વખત ફરી ચર્ચા શરૂ થઇ છે. ઉદ્યોગ મંડળ દ્વારા પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને જીએસટીમાં સમાવેશ કરવા અને સ્ટેમ્પ ફી જેવા કેટલાક સ્થાનિક અને કેટલાક રાજ્ય ટેક્સમાં સમાવેશ કરવાની માંગ કરી છે. જો આમ થાય તો પેટ્રોલના ભાવમાં ભારે ઘટાડો જોવા મળશે. જેનાથી વાહન ચલાવનારાઓ અને અન્યને ઘણી રાહત મળશે.
દિલ્હીમાં એક લિટર પેટ્રોલ પર ૩૫.૫૬ રૂપિયા વેટ અને એક્સાઇઝ ડ્યુટી ચૂકવવામાં આવે છે. આમાં જો સરકાર આ નિર્ણય લેતી હોય તો પેટ્રોલ ૨૫ રૂપિયા સુધી સસ્તું થઈ શકે છે. ઉપરાંત, અન્ય રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભારે ઘટાડો થઇ શકે છે. જો કે, પેટ્રોલ અને ડીઝલના ભાવને ભાવને જીએસટીમાં લાવ્યા પછી જ આ ભાવ ઘટાડો શક્ય છે.
આઈઓસીની વેબસાઇટ પર જણાવ્યા પ્રમાણે, દિલ્હીમાં એક લિટર પેટ્રોલ પર ૩૫.૫૬ રૂપિયા વેટ અને એક્સાઇઝ ડ્યુટી ચૂકવવામાં આવે છે. ઉપરાંત, ડીલર કમીશન ૩.૫૭ રૂપિયા પ્રતિ લિટર અને ડીલર કમીશન પર વેટ લગભગ ૧૫.૫૮ રૂપિયા પ્રતિ લિટર છે. સાથે સાથે ૦.૩૧ રૂપિયા પ્રતિ લિટર માલ-ભાડાના રૂપમાં ચાર્જ કરવામાં આવે છે.