પ્રિયંકા ચોપરા હાલમાં એક પછી એક ફિલ્મ્સ સાઈન કરી રહી છે. પ્રિયંકા ચોપરાની ‘ધ સ્કાય ઈઝ પિંક’ રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મમાં ફરાહન અખ્તર તથા ઝાયરા વસીમ છે. પ્રિયંકાએ હાલમાં જ ઈન્ડો-હોલિવૂડ ફિલ્મ સાઈન કરી છે. આ ફિલ્મ ભારતમાં થતા લૅવિશ લગ્ન પર આધારિત છે. ફિલ્મમાં પ્રિયંકા મિન્ડી કલિંગનો રોલ પ્લે કરી રહી છે. આ ઉપરાંત પ્રિયંકાએ નેટફ્લિકસ ઓરિજિનલ ફિલ્મ ‘વી કેન બી હિરોઝ’ સાઈન કરી છે. હવે પ્રિયંકાએ નેટફ્લિક્સની અન્ય એક ફિલ્મ સાઈન કરી છે.
પ્રિયંકા તથા રાજકુમાર રાવ પહેલી જ વાર સાથએ કામ કરશે. આ ફિલ્મ અરવિંદ અદીગાની બેસ્ટ સેલર નોવેલ ‘ધ વ્હાઈટ ટાઈગર’ પર આધારિત છે. આ ફિલ્મને રમીન બહરાની ડિરેક્ટ કરશે અને પ્રોડ્યૂસર પ્રિયંકા ચોપરા તથા મુકુલ દેઓરા છે.
આ ફિલ્મને લઈ પ્રિયંકાએ કહ્યું હતું કે તે રમીન બહરાની સાથે કામ કરવાને લઈ ઉત્સુક છે. તેણે આ બુર વાંચી છે. આ ફિલ્મની સ્ટોરી ઘણી જ અદ્દભૂત છે. રાજકુમાર રાવે કહ્યું હતું કે તે વર્લ્ડ ક્લાસ પ્રોજેક્ટનો ભાગ બનીને ઘણી જ થ્રીલ અનુભવે છે. ‘ધ વ્હાઈટ ટાઈગર’ આ વર્ષે ઓક્ટોબરમાં ફ્લોર પર જશે. ફિલ્મનું શૂટિંગ ભારતમાં જ કરવામાં આવશે.