બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને પતિ નિક જોનસ અવારનવાર ચર્ચાનો વિષય બનતા રહે છે. ક્યારેક બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે તો ક્યારેક તેઓ પોતાના નિવેદનના કારણે ચર્ચામાં રહેતા હોય છે.
હવે બંને ફરી એક વખત ચર્ચાના વંટોળમાં ફસાયા છે અને આ વખતનું કારણ કંઈક ખાસ છે. પ્રિયંકા અને નિકે એક મેગેઝીન માટે બેસ્ટ ડ્રેસ્ડ ઓફ ધી યર ૨૦૧૯નો એવોર્ડ જીત્યો છે. આવું પહેલી વખત જ બન્યું છે જ્યારે મેગેઝીને આ ટાઈટલ માટે કોઈ કપલનું નામ જાહેર કર્યું હોય.
આ યાદીમાં સુપર સ્ટાઈલિશ સેલિબ્રિટિઝમાં જે લોકોના નામ સામેલ છે તેવા લોકોમાં લેડી ગાગા, જેનિફર લોપેઝ, સેલિના ડિયોન, સેરેના વિલિયમ્સ અને બિલી પોર્ટરના નામનો પણ સમાવેશ થાય છે.