Charotar Sandesh
બોલિવૂડ

પ્રેમમાં દરેક લોકોને બીજી તક મળવી જોઇએ : મલાઇકા અરોરા

મુંબઇ,
બોલીવુડ અભિનેત્રી મલાઇકા અરોરા અને અર્જુન કપૂરને લઇને ઘણી ચર્ચાઓ થઇ રહી છે. ત્યારે બોલીવુડ અભિનેત્રી મલાઇકા અરોરાનું કહેવું છે કે પ્રેમમાં દરેક લોકોને બીજી તક મળવાના હકદાર છે અને લોકોએ ખુલ્લા દીલથી તેને અપનાવવું જોઇએ. બોલીવુડની આ પ્રખ્યાત અભિનેત્રીએ તેનાથી ઘણા નાના અભિનેતા અર્જુન કપૂર સાથે તેના સંબંધને ઘણા દિવસો સુધી લોકોની નજરોથી છુપાવીને રાખ્યો. તે બાદ ક્યારેક તેની રજઓની તસવીરો શેર કરી તો એકબીજાની તસવીરો પર કોમેન્ટ કરી બન્ને ધીમે-ધીમે તેમના સંબંધનો ખુલાસો કર્યો.

મલાઇકાએ કહ્યું કે ભારતમાં એક મહિલા માટે પ્રેમમાં બીજી તક લેવી આજે પણ એક ટૈબૂ છે. કારણકે અંહી એવી ઘણી પરિસ્થિતિઓ અને મુદ્દા છે. જેને ઉકેલવાની જરૂરત છે. જોકે, મને લાગે છે કે આ મુદ્દાને ખુલ્લા મગજની સાથે ઉકેલવા જોઇએ. ૪૫ વર્ષની આ અભિનેત્રીએ પહેલા અભિનેતા અરબાજ ખાન સાથે લગ્ન કર્યા હતા અને બન્નેનો એક ૧૬ વર્ષનો પુત્ર છે. જેનું નામ અરહાન છે. મલાઇકાએ કહ્યું કે, વસ્તુને પ્રત્ય કઠોર, સંવેદનાહીન અને નકારાત્મક થવાથી વિપરીત થોડી અને વધારે સંવેદનશીલતાની જરૂરત છે. મને લાગે છે કે દરેક લોકોને બીજી તક મળવી જોઇએ. વધુમાં તેને કહ્યું કે મને લાગે છે કે અમે લોકો આ વાતને લઇને સહજ થીએ. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારી મલાઇકાને ઇન્સ્ટાગ્રામ પર ૯૨ લાખ લોકો ફોલો કરે છે.

Related posts

ગુજરાતી ચલચિત્ર નાયિકા દેવીને રાજ્યમાં કરમુક્તિ : રાજ્ય સરકારની ફિલ્મ પ્રોત્સાહન નીતિનો લાભ અપાશે

Charotar Sandesh

અર્જુન કપૂર પૈસા સંભાળવાની બાબતમાં કંઇ ખાસ નથી : મલાઇકા અરોરા

Charotar Sandesh

તાપસી પન્નુએ પોતાનું પ્રોડક્શન હાઉસ ’આઉટસાઇડર્સ ફિલ્મ્સ’ શરૂ કર્યું

Charotar Sandesh