ચક્રવાત ફનીના કારણે ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં ભારે વિનાશ સર્જાયો છે. જાકે વૈજ્ઞાનિકો અને સરકારની સતર્કતાના કારણે આ વખતે ફનીના કારણે વધુ લોકોના જીવ બચાવવામાં સફળતા મળી. પરંતુ લોકોના ઘર અને મિલકતોને ભારે નુકસાન થયું છે. જ્યારે હવે લોકો સામે ફરીથી જીવન સામાન્ય કરવાનો મોટો પડકાર ઉભો થયો છે. આ જાતા બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે એક મોટો નિર્ણય કર્યો છે.
મીડિયા રિપોર્ટ મુજબ અક્ષય કુમારે ફની પીડિત પરિવારોની મદદ માટે એક કરોડ રૂપિયાનું દાન કર્યું છે. અક્ષય કુમારે આ નાણા મુખ્યમંત્રી રાહત કોષમાં જમા કરાવ્યા છે. આ સાથે અક્ષયે સમગ્ર દેશના લોકોને પણ અપીલ કરી છે કે ફની પ્રભાવિત લોકોની જેટલી બની શકે એટલી મદદ કરે.
આધિકારિક સૂત્રોએ જણાવ્યું કે છત્તીસગઢ સરકારે ૧૧ કરોડ રૂપિયા મુખ્યમંત્રી રાહત કોષમાં આપ્યા છે. જ્યારે યુપી અને તમિલનાડુ સરકારે ૧૦-૧૦ કરોડ રૂપિયાનું દાન કર્યું છે. ઉપરાંત ઉત્તરાખંડ સરકારે પણ પાંચ કરોડની મદદ કરી હોવાના સમાચાર મળ્યા છે.