Charotar Sandesh
ઈન્ડિયા

‘ફાની’ વાવાઝોડાની ટેક્સટાઇલ્સ ઉદ્યોગ પર માઠી અસર, કરોડોનું નુકસાન

ચક્રવાત ફેણીએ મચાવેલી તબાહીમાં મૃતકોનો મૃત્યુઆંક ૧૬ને પાર થયો છે. ત્યારે ઓડિસામાં યુદ્ધ સ્તરે રાહત અને બચાવ કાર્ય તથા પુનર્વસનનું કામ હાથ ધરવામાં આવ્યુ છે. તો ‘ફાની’ નાં પગલે લગભગ ૧૦ હજાર ગામ અને ૫૨ શહેરોમાં યુદ્ધ સ્તરે બચાવ અને રાહત કાર્ય હાથ ધરવામાં આવ્યુ છે. ત્યારે આ વાવાઝોડાની અનેક જગ્યાઓ પર અસર પડી છે.
‘ફાની’ વાવાઝોડાથી સુરતના વેપાર-ધંધા પર પણ અર પડી છે. સુરત ટેક્સટાઇલના વેપારીઓને ‘ફાની’ વાવાઝોડાની મોટી અસર થઇ છે. પશ્ચિમ બંગાળ અને ઓડિસામાં કાપડ પાર્સલ ડિલિવરી ઠપ્પ થઇ ગઇ છે. સ્થતિ સ્પષ્ટ નહીં થાય ત્યાં સુધી આ ડિલિવરી અટકાવાઇ છે. ટેક્સટાઇલની અંદાજે પ્રતિદિવસ ૧૬ હજાર પાર્સલની ડિલિવરી ખોરવાઇ છે. ત્યારે ફેણી વાવાઝોડાના કારણે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને કરોડોનું નુકસાન થઇ  છે.
ફેણી વાવાઝોડના પગલે રેલવે તંત્ર દ્વારા કેટલીક ટ્રેનો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફેણી વાવાઝોડાના પગલે પુરી અમદાવાદ વચ્ચેની ટ્રેન રદ કરવામાં આવી છે. ટ્રેન રદ કરતા મુસાફરો રઝળી પડ્યા છે. તો મુસાફરોમાં પણ આંશિક રોષ સામે આવ્યો છે. જે બાદ રેલવે તંત્ર દ્વારા રિફંડ ચૂકવવા માટે સુવિધા પણ ઉભી કરવામાં આવી છે.

Related posts

દેશના ખૂણે-ખૂણે વેક્સિન પહોંચાડવા વાયુસેનાએ કમર કસી, ૧૦૦ એરક્રાફ્ટ તૈયાર…

Charotar Sandesh

આતંકીઓનું કાવતરુ નિષ્ફળઃ પુલવામાંથી ૫૨ કિલો વિસ્ફોટ મળી આવ્યો…

Charotar Sandesh

ચીનની વધુ એક અવળચંડાઇ : બ્રહ્મપુત્ર નદી પર વિશાળ બંધ બનાવશે…

Charotar Sandesh