Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત

સુરત : ફાયર સેફ્ટીના અભાવે બે સ્કૂલ-નર્સરીને ફાયર વિભાગ દ્વારા સીલ મરાયું…

સુરત : તક્ષશિલાકાંડ અગ્નિકાંડ બાદ છેલ્લાં ૬ મહિનામાં પાલિકા દ્વારા કોમ્પલેક્ષ, હોસ્પિટલ, હોટલ-રેસ્ટોરન્ટ, ટ્યુશન કલાસીસ, સ્કૂલ-કોલેજ, ટેક્સટાઇલ માર્કેટો સહિતની ઈમારતોમાં ફાયર સેફ્ટીના અભાવના કારણે સીલ મારવામાં આવી છે. જેમાં આજે ફાયર વિભાગ દ્વારા બે સ્કૂલ અને એક નર્સરીને સીલ મારી દેવામાં આવ્યું છે. જેમાં ડિંડોલીની બે સ્કૂલનો સમાવેશ થાય છે.

તક્ષશિલાકાંડ અગ્નિકાંડ બાદ છેલ્લાં ૬ મહિનામાં પાલિકા દ્વારા ૮૧૨૮ ઇમારતોમાં સર્વે કરી ૮૭૬ ઇમારતની ૧૮૬૪૫ દુકાનો સીલ કરવામાં આવી હતી. જેમાં ફાયર વિભાગ દ્વારા સગરામપુરાની પિંકલ નર્સરી અને ડિંડોલીમાં આવેલી સનરાઈઝ અને દિવ્ય જ્યોત સ્કૂલને સીલ મારવામાં આવ્યું છે.

શહેરમાં હાલ ૧૬ ફાયર સ્ટેશન છે. તે સિવાય પાલિકા દ્વારા કુલ નવા ૧૩ ફાયર સ્ટેશનો બનાવવાની કામગીરી હાથ ધરાઇ છે. આગના સમયે ફાયર ટેન્કરો માટે વધારાના ૧૭ જેટલો સ્થળોએ રિફિલિંગ માટે કામગીરી કરાઇ. ફાયર સ્ટાફ માટે ટ્રેનીંગ સેન્ટર તૈયાર કરવા માટે મંજૂરી અપાઇ છે. વાહનોના રિપેરિંગ માટે કતારગામમાં વર્કશોપ બનાવવાની કામગીરી ચાલુ કરાઇ છે. દરેક વાહનોમાં વ્હીકલ ટ્રેકીંગ સિસ્ટમ લગાડાઇ છે. કંટ્રોલ રૂમમાં કોલ રેકોડીંગ સિસ્ટમ શરૂ કરાઇ. થર્મલ ઇમેજીંગ કેમેરા, ૩૪ ફાયર સેફટી નેટ, ૭ વોટર કમ ફોમ, ૨ લાઇવ બોડી ડીટેકટર ખરીદવાનો નિર્ણય લેવાયો. મેનપાવર વધારવા ૧ એડીશનલ ચીફ ફાયર ઓફિસર, ૪ ડે. ચીફ ફાયર ઓફીસર, ૪ ડિવીઝનલ ફાયર ઓફિસર, ૫૫૩ માર્શલની જગ્યા માટે મંજૂરી આપવામાં આવી છે.

Related posts

સંતો તો સંપ્રદાયની સાચી શોભા છે..! : આચાર્ય મહારાજશ્રી વડતાલ ગાદીસ્થાન

Charotar Sandesh

તમામ એજન્સીઓ એલર્ટ પર, રાજ્યની તમામ બોર્ડર પર સુરક્ષા સઘન : સીએમ રૂપાણી

Charotar Sandesh

કોન્સ્ટેબલ સુનિતાએ ટિ્‌વટ કરી પોલીસને ભ્રષ્ટ અને નેતાઓની ગુલામ ગણાવી…

Charotar Sandesh