વડોદરા મેરેથોન હવે સામાજિક જાગૃતિ માટેની પ્રતિબદ્ધતા નું પ્રતિક બની છે: વડોદરા એ રાજ્યના અન્ય શહેરોને મેરેથોન યોજવાની પ્રેરણા આપી છે: મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી
વડોદરા : શહેરમાં આજે ફિટ ઇન્ડિયાના મેસેજ સાથે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વહેલી સવારે કડકડતી ઠંડીમાં વડોદરાવાસી દોડ્યા હતા. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનને નવલખી મેદાન ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું.
વડોદરા શહેરમાં ૯મી ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. ૯મી ઇન્ટરનેશનલ મેરેથોનનું રાજ્યનાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડોદરાના નવલખી મેદાન ખાતેથી વાર્ષિક પરંપરાને અનુસરીને એમ.જી.વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનમાં ભાગ લેનારા દોડવીરોને પ્રસ્થાન કરાવ્યું ત્યારે વિશાળ જન સમુદાયએ પ્રચંડ હર્ષનાદોથી એમને વધાવી લીધા હતા.
આ ખૂબ પ્રતિષ્ઠા પામેલી રમત ઘટનાનાં આયોજકોએ મેરેથોનને દેશના વડાપ્રધાનના ફિટ ઇન્ડિયા અને સ્વચ્છ ભારત અભિયાનો સાથે જોડી દઇને સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારતનો મેસેજ આપ્યો હતો. એનાથી એક ડગલું આગળ વધીને મેરેથોન યોજકોએ આ વર્ષે ગુજરાતના અભિયાનને સશકત કરવા વિવિધ જળ સંચય પ્રકલ્પો હાથ પર લેવાનું એલાન કર્યું છે.
- Ravindra Pate, Vadodara