સૈફ અલી ખાન અને તબૂની ફિલ્મ ‘જવાની જાનેમન’નું પોસ્ટર રિલીઝ…
મુંબઇ : સૈફ અલી ખાન અને તબૂ ઘણા વર્ષો બાદ ફિલ્મ ‘જવાની જાનેમન’માં ફરી એક સાથે કામ કરવા જઈ રહ્યા છે. જ્યારથી આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી ત્યારથી જ લોકો આ ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યા બાદ હવે લોકો તેનું ટ્રેલર જોવા માટે તલપાપડ થઈ રહ્યા છે.
ફિલ્મ ‘જવાની જાનેમન’નું પોસ્ટર ખૂબ જ રસપ્રદ છે. પોસ્ટરમાં એક યુવક બેડ પર સૂઈ રહ્યો છે. તેણે પ્લેબોયવાળી ચેન પહેરી છે અને તેના હાથમાં દારૂની બોટલ છે. તેની આસપાસ ઘણી બધી દારૂની બોટલ્સ અને બે યુવતીઓના પગ જોવા મળી રહ્યા છે. બેડમાં ઊંઘી રહેલા આ યુવક અને યુવતીઓ કોણ છે તે પોસ્ટરમાંથી સ્પષ્ટ નથી થઈ રહ્યું. પરંતુ અંદાજો લગાવાઈ રહ્યો છે કે આ યુવક ફિલ્મનો લીડ હીરો સૈફ અલી ખાન હોવો જોઈએ.