મુંબઈ : સલમાન ખાનની ફિલ્મ ‘રાધે’ ૨૦૨૦માં ઈદ પર રિલીઝ થવાની છે. આના માટે સલામને થોડા દિવસ પહેલાં જ મુહૂર્ત શોટ સાથે સ્ટારકાસ્ટનો ફોટો પણ શેર કર્યો હતો. ૪ નવેમ્બરથી ફિલ્મનું શૂટિંગ શરૂ થઇ ગયું છે. સલમાને તેના લુકની પહેલી ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
ઝરીના વહાબ ફિલ્મ ‘રાધે’માં સલમાન ખાનની માતાના રોલમાં જોવા મળશે. ઝરીના વહાબના દીકરા સૂરજ પંચોલીને સલમાન ખાને જ ‘હીરો’ ફિલ્મથી બોલિવૂડમાં લોન્ચ કર્યો હતો.
‘રાધે’ ફિલ્મમાં સલમાનની સાથે દિશા પટની, જેકી શ્રોફ, રણદીપ હૂડા લીડ રોલમાં છે. રણદીપ ફિલ્મમાં નેગેટિવ રોલમાં છે. પ્રભુદેવા ફિલ્મનો ડિરેક્ટર છે. સલમાનની આ ફિલ્મ આવતા વર્ષે ઈદના દિવસે અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ સાથે ક્લેશ થશે.