ઓરલ-કૉન્ટ્રાસેપ્ટિવ ગોળીઓ લેવાથી મને ખીલ બહુ થાય છે ત્યારે કૉપર-ટી જ બેસ્ટ ઑપ્શન લાગે છે. સેફ અન હૉર્મોન્સ પર આડઅસર ન કરે એવી ઓરલ ગોળીઓ હોય?
સવાલ : મારી ઉંમર ૨૫ વર્ષ છે અને લગ્નને છ મહિના થયા છે. લગ્ન પહેલાં મેં કદી ફિયાન્સે સાથે કે અન્ય કોઈનીયે સાથે ઇન્ટિમસી માણી નહોતી. હમણાં અમે માત્ર રોમૅન્ટિક સમય માણવા માગીએ છીએ. મારું પોસ્ટ ગ્રૅજ્યુએશન જસ્ટ પૂરું થયું છે અને હજી એક-બે વર્ષ હું બાળક કરવા નથી ઇચ્છતી. ફૅમિલી-પ્લાનિંગ માટે અમે પુલઆઉટ મેથડ વાપરીએ છીએ છતાં ચિંતા રહે છે. મારી મોટી બહેને કૉપર-ટી પહેરી લીધી છે અને હવે બે સંતાન પછી હવે તે આ બાબતે નચિંત થઈ ગઈ છે. મને હાલમાં આયોજન વિના બાળકની જવાબદારીમાં નથી પડવું. ઓરલ-કૉન્ટ્રાસેપ્ટિવ ગોળીઓ લેવાથી મને ખીલ બહુ થાય છે ત્યારે કૉપર-ટી જ બેસ્ટ ઑપ્શન લાગે છે. સેફ અન હૉર્મોન્સ પર આડઅસર ન કરે એવી ઓરલ ગોળીઓ હોય?
જવાબઃ લગ્ન પછી તમે ફૅમિલી-પ્લાનિંગ ક્યારે કરવું છે એ બાબતે સ્પષ્ટ છો એ સારું છે, પરંતુ એ માટે જે પદ્ધતિઓ અપનાવી છે એ થોડી જોખમી છે. જ્યારે કૉન્ટ્રાસેપ્શનના કોઈ વિકલ્પો નહોતા ત્યારે પુલઆઉટ મેથડ દ્વારા જ ફૅમિલી-પ્લાનિંગ થતું હતું. જોકે એ સેફ અને ૧૦૦ ટકા અનવૉન્ટેડ પ્રેગ્નન્સીથી સુરક્ષા નહોતું આપતું. હવે જ્યારે બીજા અનેક સેફ, સુલભ અને હાથવગા વિકલ્પો છે ત્યારે એ જ જૂનીપુરાણી પદ્ધતિ ફૉલો કરવી ઠીક નથી. આ પદ્ધતિનાં બે નુકસાન છે; એક તો એનાથી ૧૦૦ ટકા પ્રોટેક્શન નથી મળતું અને બીજું એનાથી પુરુષના મનમાં સતત ટેન્શન રહે છે કે સ્ખલન બહાર કાઢવાનું છે. બીજી તરફ ફીમેલ પાર્ટનરને પણ યોગ્ય સમયે પુલઆઉટ થશે કે નહીં એની ચિંતા રહે છે. બન્ને પાર્ટનરમાં ઍન્ગ્ઝાયટી વધતી હોવાથી સમાગમનો પૂરો આનંદ મળતો નથી.
બીજું, તમારી બહેનને સંતાનો છે અને હવે તેને ભવિષ્યમાં પણ સંતાન નથી જોઈતાં. આવામાં તે કૉપર-ટી વાપરે છે એ ઠીક છે. જોકે જ્યાં સુધી બાળક ન થયું હોય એવી યુવતીઓએ બને ત્યાં સુધી આ ઑપ્શન ન વાપરવો. કેમ કે જો આ આંકડી ન સદી તો એનાથી ઇન્ફેક્શન થાય છે અને જો એ અંદર વધી ગયું તો એ ફર્ટિલિટીને અસર કરે છે. એવામાં કૉન્ડોમ બેસ્ટ વિકલ્પ છે જે પ્રેગ્નન્સી અને ઇન્ફેક્શન બન્ને સામે ૯૯.૯૯ ટકા પ્રોટેક્શન આપે છે.