કન્ઝ્યુમર ફોરમે ફુટવેર કંપની બાટા ઈÂન્ડયા લિમિટેડ પર સર્વિસમાં ઉણપના પગલે ૯ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ચંદીગઢમાં બાટાના એક શોરૂમમાં ગ્રાહક પાસેથી પેપર બેગ માટે ૩ રૂપિયા માંગવામાં આવ્યા હતા. આ મુદ્દના ગ્રાહકે કન્ઝ્યુમર ફોરમમાં પડકાર્યો હતો. ફરીયાદ કરનાર ગ્રાહકનું કહેવું છે કે બાટાએ બેગ પર પણ ચાર્જ લગાવ્યો, એટલે કે કંપની બેગને પણ બ્રાન્ડના નામથી વેચવાની કોશિશ કરી રહી હતી, જે બિલકુલ યોગ્ય નથી.
ફરિયાદ કરનાર ગ્રાહકે આ મામલામાં કંપની સામે સર્વિસમાં કમીની ફરિયાદ કરીને ૩ રૂપિયાનું રિફન્ડ માંગ્યું હતું. બાટાએ આ બાબતે તેનો બચાવ કરતા કÌšં હતું કે તેની તરફથી સર્વિસમાં કોઈ કસર રાખવામાં આવી નથી. જાકે ફોરમે આ બાબતે એમ જણાવ્યું હતું કે એ બાટાની જવાબદારી હતી કે તે સામાન ખરીદનાર લોકોને ફ્રી પેપર બેગ આપે. આ મુદ્દે ફોરમે બાટાને નિર્દેશ આપ્યા કે તે તમામ ગ્રાહકોને ફ્રીમાં પેપર બેગ આપે. ચૂકાદામાં વધુમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે જા કંપનીને પર્યાવરણીની ચિંતા હોય તો તે પર્યાવરણને અનુકળ પદાર્થોથી બનેલી બેગ ગ્રાહકોને ફ્રીમાં આપે.