નીતિશ ગો બેક, નીતિશ મુર્દાબાદના નારા લાગ્યા…
મુઝફ્ફરપુર,
બિહારના મુઝફ્ફરપુરના એક્યૂટ એંસેફેલાઈટિસ સિંડ્રોમ (છઈજી) એટલે કે મગજના તાવમાં અત્યાર સુધી ૧૩૨ બાળકોના મોત થયા છે. છેલ્લા એક સપ્તાહથી સતત બાળકો આ તાવથી પીડાઈ રહ્યા છે અને હવે રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમારને હોસ્પિટલની મુલાકાત લેવાનો સમય મળ્યો છે. નીતિશ જ્યારે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે લોકોએ તેમનો ખૂબ વિરોધ કર્યો હતો. બહાર ઉભા રહેલા લોકોએ નીતિશ ગો બેકના નારા પણ લગાવ્યા હતા. સરકાર સતત એક્શન લેવાનો દાવો કરી રહી છે તેમ છતા અહીં બીમાર બાળકોની સંખ્યા ૪૧૪ થઈ ગઈ છે. બીજી તરફ હોસ્પિટલની બહાર ‘નીતીશ કુમાર મુર્દાબાદ’ અને ‘નીતીશ કુમાર હાય-હાય’ના નારા લગાવાઈ રહ્યા હતા.
અત્યાર સુધી એસકેએમસીએચ હોસ્પિટલમાં ૮૯ અને કેજરીવાલ હોસ્પિટલમાં ૧૯ બાળકોના મોત થયા છે. મગજના તાવથી શરૂ થયેલા વિવાદ વચ્ચે મુખ્યમંત્રી નીતિશ કુમાર આજે મુઝફ્ફરપુરની એસકેએમસીએચ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ત્યાંની પરિસ્થિતિ જાણી હતી.
કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી હર્ષવર્ધન અને બિહારના સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડે સામે બીમારી પહેલાં એક્શન નહીં લેવાના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.
-
ચમકી તાવ માટે ૪-જી જવાબદાર છેઃ ભાજપ સાંસદ અજય નિષાદ
બિહારમાં ચમકી તાવના તાંડવે માસૂમ બાળકોના એક પછી એક જીવ લઇ લીધા છે. બિહારમાં અત્યાર સુધીમાં ૧૨૦થી પણ વધુ બાળકો ચમકી તાવનો ભોગ બન્યા છે. ત્યારે મુઝફ્ફરપુરના ભાજપ સાંસદ અજય નિષાદે કહ્યું કે ચમકી તાવ માટે ૪ય્ જવાબદાર છે. ગામ, ગરમી, ગરીબી અને ગંદકીને ભાજપ સાંસદે ૪ય્ ગણાવ્યા અને કહ્યું કે અતિ પછાત સમાજના લોકોથી આ બીમારીનો તાલ્લુક છે. તેમનું રહેઠાણ નીચે છે. બાળક બીમાર છે.
અજય નિષાદે કહ્યું કે આ મામલો મુખ્યમંત્રીના સંજ્ઞાનમાં છે. દરેક વ્યક્તિની પોતાની વ્યવસ્તતા હોય છે. આજે મુખ્યમંત્રી નીતીશ કુમાર મુઝફ્ફરપુર ગયા, તેના માટે તેમનો આભાર છે. આ કેસમાં નક્કર પગલાં ઉઠાવાની જરૂર છે કે આવનારા સમયમાં બીમારી પર કેવી રીતે કાબૂ મેળવી શકાય. જે બાળકો બીમારીની સ્થિતિમાં જ હોસ્પિટલમાં આવે છે, ત્યારે મૃતક બાળકોની સંખ્યા કેવી રીતે ઓછી થાય.