આરટીઓ દ્વારા મુકવામાં આવેલા પ્રતિબંધને પડકારતી અરજી હાઇકોર્ટે ફગાવી…
અમદાવાદ : હવા પ્રદુષણને લઈને ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. જેથી હવે બીએસ-૪ સ્પેસિફિકેશન ના ધરાવતા હોય તેવા વાહનોનું આરટીઓ રજીસ્ટ્રેશન નહીં કરે. બીએસ-૪ ધરાવતા વાહનોનું ફરી રજીસ્ટ્રેશન આરટીઓ દ્વારા મુકવામાં આવેલા પ્રતિબંધને પડકારતી અરજી કરવામાં આવી હતી. જે અંગે હાઇકોર્ટે સ્પષ્ટતા કરી છે કે સ્વચ્છ પર્યાવરણ દરેક નાગરિકનો મૂળભૂત બંધારણીય અધિકાર છે અને વાહનોથી ફેલાતા હવા પ્રદુષણ પર નિયંત્રણ જરૂરી છે.
આ ચુકાદાને પગલે હવે આરટીઓ બીએસ-૪ ટેક્નોલોજી ધરાવતા વાહનોનું રી રજીસ્ટ્રેશન નહીં કરે. અન્ય રાજ્યમાંથી રી-રજીસ્ટ્રેશન માટે આવતા વાહનોમાં બીએસ-૪ ફરજિયાત કરવાનો નિર્ણય કરાયો છે.