Charotar Sandesh
ઈન્ડિયા રાજકારણ

બુરખા પર પ્રતિબંધને સાધ્વી પ્રજ્ઞાનું સમર્થન, BJPએ કર્યો વિરોધ

શિવસેનાએ બુધવારના રોજ શ્રીલંકાની જેમ દેશહિતમાં ભારતમાં પણ બુરખા અને નકાબ પહેરવા પર પ્રતિબંધ મૂકવાની વાત કરી હતી, પરંતુ આ મુદ્દે રાજનીતિ તેજ થઇ ગઇ છે. શિવસેના આવી માગ ત્યારે કરી રહી છે, જ્યારે દેશમાં લોકસભા ચૂંટણી ચાલી રહી છે. કેન્દ્રમાં ફરીથી સત્તા વાપસીનો પ્રયાસ કરી રહેલી BJPએ ભારતમાં બુરખા પર પ્રતિબંધને ગેરજરૂરી જણાવ્યું હતું, પરંતુ ભોપાલથી ભાજપના લોકસભાના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ બુરખા પર પ્રતિબંધ મૂકવાની માગનું સમર્થન કર્યું હતું.

ભાજપના પ્રવક્તા જીવીએલ નરસિમ્હા રાવે ભારતમાં બુરખા પર પ્રતિબંધ મૂકવાની માગનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભારતમાં બૂરખા પર પ્રતિબંધ મૂકવાની જરૂર નથી.

સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું હતું કે, કોઇ કારણથી જો કોઇ આ માધ્યમનો લાભ ઉઠાવે છે અને આનાથી દેશને નુકસાન પહોંચે છે, લોકતંત્ર ખતરામાં હોય કે પછી સુરક્ષા ખતરામાં હોય તો આવી પરંપરાઓમાં થોડી ઢીલ આપવી જોઇએ.

શિવસેનાએ બુરખાને બેન કરવાની કરી છે માગ…

BJPની સહયોગી પાર્ટી શિવસેનાએ શ્રીલંકામાં બુરખા પર બેન બાદ ભારતમાં પણ એવી પાબંધીની માગ કરી છે. શિવસેનાના મુખપત્ર સામનામાં શ્રીલંકા સરકારના આ નિર્ણયનું સ્વાગત કરતા બુરખા પર બેનની માગ કરતો એડિટોરીયલ લેખ લખવામાં આવ્યો છે. જેનું હેડિંગ છે, ‘વડાપ્રધાન મોદીને સવાલઃ રાવણની લંકામાં થયું, રામની અયોધ્યામાં ક્યારે થશે’ રાખવામાં આવ્યું છે. શ્રીલંકામાં આતંકી હુમલા બાદ ત્યાંની સરકારે બુરખા પર પાબંધી લગાવી છે. આ અંગે શિવસેનાએ ફ્રાન્સ, બ્રિટન અને ન્યુઝીલેન્ડ તેમજ ઓસ્ટ્રેલિયાનું ઉદાહરણ આપતા ભારતમાં પણ બુરખા અને એ પ્રકારના નકાબ પર પાબંધીને રાષ્ટ્રહિતમાં ગણાવી છે. એડિટ લેખમાં દાવો કરવામાં આવ્યો છે કે, મોટાભાગની મુસ્લિમ મહિલાઓ પણ બુરખાની વિરોધી છે.

આ ઉપરાંત, તેમાં સરકારી આંકડાઓ પણ આપવામાં આવ્યા છે, છતા કોલંબોના બોમ્બ વિસ્ફોટમાં 500 કરતા વધુ માસુમોની બલિ ચઢી ગઈ છે. લિટ્ટાના આતંકથી મુક્ત થયેલો આ દેશ હવે ઈસ્લામી આતંકવાદની બલિ ચડ્યો છે. ભારત, ખાસ કરીને તેનો જમ્મુ-કાશ્મીર પ્રાંત એ જ ઈસ્લામી આતંકવાદથી ત્રસ્ત છે. સવાલ એટલો નથી કે શ્રીલંકા, ફ્રાન્સ, ન્યુઝીલેન્ડ અને બ્રિટન જેવા દેશો જે રીતે કડક પગલાં લઈ રહ્યા છે, એ જ પ્રકારના પગલાં આપણે ક્યારે લઈશું?

Related posts

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪૫,૯૦૩ કેસ નોંધાયા, ૪૯૦ના મોત…

Charotar Sandesh

જમ્મુ કાશ્મીરના શોપિયાં એન્કાઉન્ટરમાં ૪ આતંકી ઠાર, ૧ જવાન ઈજાગ્રસ્ત…

Charotar Sandesh

દિલ્હી-એનઆરસીમાં પ્રદૂષણ ભયજનક સ્તરે : AQI 500 નજીક…

Charotar Sandesh