Charotar Sandesh
બોલિવૂડ

બોયફ્રેન્ડ સાથે નવેમ્બરમાં પરણી જશે સુસ્મિતા સેન..!!

મુંબઈ,
ભુતપુર્વ મિસ યુનિવર્સ અને બોલિવૂડ એક્ટ્રેસ સુસ્મિતા સેન ફરીવાર પોતાના રોમેન્સના કારણે ચર્ચામાં છે. સુસ્મિતા આ વખતે પોતાની રિલેશનશીપને કારણે ચર્ચામાં છે. સુસ્મિતા અને રોહમન શોલ વચ્ચે ઘણી નિકટતા જોવા મળી રહી છે. વોગ મેગેઝિને સમાચાર આપ્યા છે કે સુસ્મિતા અને રોહમન નવેમ્બર મહિનામાં લગ્ન કરવાના છે.
મેગેઝિનના રિપોર્ટ મુજબ રોહમને સુષ્મિતા સેનને લગ્ન માટે પ્રપોઝ કર્યું અને સુષ્મિતાએ હા કહી દીધી છે. લગ્નનો નિર્ણય આવ્યા બાદ જ બંનેએ પોતાના સંબંધને ઓફિશિયલ કર્યો. જે સમાચાર આવી રહ્યા છે જો તે સાચા માનવામાં આવે તો આ કપલ નવેમ્બરમાં લગ્નના બંધનમાં બંધાઈ જશે. આ અંગે કપલે કોઈ ઓફિશિયલ નિવેદન આપ્યું નથી. થોડા સમય પહેલા એવી પણ ચર્ચા ચાલી રહી હતી કે સુષ્મિતા અને રોહમન વચ્ચે બ્રેકઅપ થઈ ગયું છે. સુષ્મિતા અને રોહમને આ વાતને ખોટી ગણાવી હતી.

Related posts

અમિતાભ બચ્ચને આસામ પૂર પીડિતો માટે રૂ. ૫૧ લાખનું દાન આપ્યું…

Charotar Sandesh

રિતિક રોશને ૧૦૦ બોલિવૂડ ડાન્સર્સના બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા…

Charotar Sandesh

કંગનાને જવાબ આપવા જતા સંજય રાઉત ભાન ભુલ્યા, કહ્યું તે મેંટલ છે…

Charotar Sandesh