બોલિવૂડના બેતાજ બાદશાહ તરીકે પંકાયેલા અભિનેતા ફિલ્મ સર્જક શાહરુખ ખાન એવો અભિપ્રાય ધરાવે છે કે પારકી કૂખ દ્વારા સંતાન મેળવવાની સરોગસી ટેક્નોલોજી બોલિવૂડમાં હજુ પૂરતા પ્રમાણમાં સ્વીકાર્ય નથી થઇ.
સૌ પ્રથમ ડાયરેક્ટર બંધુબેલડી અબ્બાસ મસ્તાને છેક ૨૦૦૧માં પોતાની હિટ નીવડેલી ફિલ્મ ચોરી ચોરી ચૂપકે ચૂપકેમાં સરોગસી દ્વારા બાળક મેળવવાના મુદ્દે સ્ટોરીલાઇન બનાવી હતી. આ ફિલ્મમાં સલમાન ખાન, રાની મુખર્જી અને પ્રીતિ ઝિન્ટા ચમક્્યાં હતાં. સામાન્ય રીતે એક્શન ફિલ્મો માટે પંકાયેલા અબ્બાસ મસ્તાને આ નવો વિચાર પોતાની ફિલ્મમાં રજૂ કર્યો હતો. એ વખતે જા કે વિવાદ પણ થયો હતો. જૂનવાણી વિચારો ધરાવતા લોકોએ આ ફિલ્મનો વિરોધ કર્યો હતો.
આમ છતાં ૨૦૦૨માં મેઘના ગુલઝારે પોતાની ફિલહાલ ફિલ્મમાં આ વિચારને ફરી વાર રજૂ કર્યો હતો. હવે સ્ક્રીપ્ટ રાઇટર ગરિમા પોતાન જાસ્મીન નામની ફિલ્મમાં સરોગસીને રજૂ કરવાની છે.
બીજી બાજુ ખુદ શાહરુખ ખાન, આમિર ખાન, તુષાર કપૂર, સની લિયોની, કરણ જાહર વગેરેએ સરોગસીને વાસ્તવિક જીવનમાં અપનાવીને સંતાન પ્રાપ્ત કર્યું હતું.