મુંબઈ,
કંગના રનૌત ફરી એકવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનને લઈને ચર્ચામાં આવી છે. કંગના બેબાકીથી બોલિવૂડ પરના તેના મંતવ્ય માટે જાણીતી છે. તેણે પોતાની આ ઓળખ સતત જાળવી રાખી છે. આ વખતે કંગનાએ બોલિવૂડ અને તેની સાથે જોડાયેલ તેના સફર પર ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. બોલિવૂડમાં કંગના રનૌતે એક અભિનેત્રી તરીકે પોતાને સ્થાપિત કરી ચુકી છે. અભિનેત્રી હોવા સાથે, તેણે પોતાને રાઇટિંગ અને દિગ્દર્શનના ક્ષેત્રમાં પણ જોડીને રાખી છે. કંગનાએ માને છે કે તેની ચાહ હંમેશાં કંઇક નવું શીખવા અને કરવાની રહી છે. જેથી તે દરેક રીતે ફિલ્મ મેકિંગનો ભાગ બનવા માટે પોતાને લાયક બનાવી શકે. સાથે જ તે માને છે કે બોલિવૂડમાં પ્રતિભાનું કોઈ મહત્વ નથી. હું હવે કડક થઇ ગઈ છું.
કંગનાએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે હવે હું કડક થઈ ગઈ છું. શરૂઆતમાં, જ્યારે હું અહીં આવી ત્યારે મને લાગ્યું કે અહીં પ્રતિભા જ બધું છે. તમારે પોતાને સાબિત કરવું પડશે. મેં ફિલ્મ મેકિંગ, સ્ક્રિપ્ટીંગ શીખી અને પછી તે આગળ કહે છે કે મેં ઘણી બધી વસ્તુઓ કરી અને મારો રસ્તો બનાવવા માટે સંઘર્ષ કર્યો. ફિલ્મ મેકિંગ, સ્ક્રિપ્ટીંગ શીખી. મેં તે બધું વિચારીને કર્યું કે પ્રતિભા જ બધું છે.