બોલિવૂડ એક્ટર અરૂણોદય સિંહે પોતાની પત્ની લી એલ્ટનથી અલગ થવાની જાહેરાત કરી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર લગ્ન તૂટ્યા હોવાની એક પોસ્ટ શૅર કરી હતી.
અરૂણોદય સિંહે લખ્યું હતું, ‘હું છેલ્લાં કેટલાંક દિવસોથી એક પણ પોસ્ટ કરતો નહોતો. તેનું કારણ એ હતું કે મારા લગ્ન તૂટવાની અણી પર છે. અમે પ્રેમમાં તો સારા હતાં પરંતુ રિયાલિટીને સર્વાઈવ કરી શક્્યા નહીં. અમે દરેક સ્તર પર આ લગ્ન બચાવવાનો પૂરતો પ્રયાસ કર્યો હતો. અમે પ્રોફેશનલ કાઉન્સલિંગની મદદ લીધી તથા ટ્રાયલ સેપરેશનનો પણ પ્રયાસ કર્યો પરંતુ આ તમામ બાબતો અમારા મતભેદોને દૂર કરવામાં નિષ્ફળ રહી. આથી હવે ડહાપણ એમાં જ છે કે અમે સંબંધ જ પૂરો કરીએ. અમે બંને કંઈક સારું ડિઝર્વ કરીએ છીએ. આ પરિÂસ્થતિને પૂરી મર્યાદા સાથે ડીલ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું.’
અરૂણોદય સિંહ તથા લીએ ૨૦૧૬માં ડિસેમ્બરમાં લગ્ન કર્યાં હતાં. લી કેનેડાની છે અને ગોવામાં પુફુ કેફેની માલિક તથા ફેમસ શૅફ છે. લગ્ન પહેલાં બંને અઢી વર્ષથી એકબીજાને ડેટ કરતાં હતાં.