Charotar Sandesh
ઉત્તર ગુજરાત ગુજરાત

બોલો…ગાંધીનગરના સચિવાલયમાંથી જ સરકારી બાબુની કાર ચોરાઇ ગઇ…

ગાંધીનગર : ગાંધીનગર સચિવાલય કે જે એક હાઈ સિક્યોરિટી વિસ્તાર છે, ત્યાંથી જ સરકારી કારની ચોરી થતાં ચકચાર મચી જવા પામી છે. ગાંધીનગરના જૂના સચિવાલયમાં ટાટા સુમો કારની ચોરી થઈ છે. જૂના સચિવાલયના બ્લોક નંબર ૨૦ની મહિલા,બાળ વિકાસ કમિશનર કચેરીની આ ઘટના છે. આ મામલે CDPO અનિલ પટેલે સેક્ટર-૭ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અજાણ્યો શખ્સ કાર ચોરી કરતો હોવાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. ઝ્રઝ્ર્‌ફના આધારે પોલીસે ચોરી અંગે વધુ તપાસ હાથ ધરી છે.
જુના સચિવાલય બ્લોક નંબર ૨૦માં આવેલી મહિલા અને બાળ વિકાસ કમિશનર કચેરીના સીડીપીઓ તરીકે ફરજ બજાવતાં અનિલ પટેલે સેક્ટર ૭ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું કે, કચેરીના ડ્રાઇવર ટાટા સુમો ગોલ્ડ કારને પાર્કિંગમાં મૂકીને ગયા હતા. શનિવાર અને રવિવારની રજાના કારણે કચેરીમાં સોમવારે પહોંચેલાં ડ્રાઈવરે પોતાની કાર લઈ જવા માટે પાર્કિંગ તરફ ગયા હતા. પરંતુ ત્યાં જઈને જોયું તો સુમો ગોલ્ડ કાર જીજે ૧૮ S ૯૧૧૧ જોવા મળી ન હતી.
જુના સચિવાલય કેમ્પસના સિક્યુરિટી ગાર્ડની પણ પૂછપરછ કરવામાં આવી હતી. જ્યારે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. જેમાં મોડી રાત્રે બે વાગ્યાના અરસામાં ૩૫ વર્ષના અજાણ્યા શખ્સ ચોરી કરીને લઇ જતો હોય તેવું જોવા મળ્યું હતું. હાલ તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વાહનચોરને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

Related posts

અમદાવાદમાં આજ રાત્રે ૯થી એસટી બસના પ્રવેશ પર લગાવવામાં આવ્યો પ્રતિબંધ….

Charotar Sandesh

અમદાવાદમાં કોરોના પર કંટ્રોલ : શહેરમાં વૅક્સીન લેનારા લોકોની સંખ્યામાં વધારો…

Charotar Sandesh

ઓનલાઇનમાં એક્ટિવા ખરીદવાની લ્હાયમાં શિક્ષિત યુવાને ૧.૬૧ લાખ રુપિયા ગુમાવ્યા…

Charotar Sandesh