રાજ્ય સરકાર શિક્ષણનું સ્તર વધે તેવા પ્રયાસ કરે છે. પરંતુ રાજ્યમાં સરકારી શાળાઓમાં બાળકોની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો નોંધાયો છે.
છેલ્લા 10 વર્ષમાં સરકારી શાળાઓમાં 6 લાખ 17 હજાર 721 બાળકોની સંખ્યા ઘટી છે. વર્ષ 2008-09માં સરકારી પ્રાથમિક શાળાઓમાં 59 લાખ 14 હજારથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. અને વર્ષ 2017-18 દરમિયાન વિદ્યાર્થીઓની સંખ્યા ઘટીને 52 લાખ 96 હજારની આસપાસ પહોંચી છે.