પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી વિષ્ણુપુરમાં એક રેલીને સંબોધતા ભાજપ પર પ્રહારો કર્યા હતા. તેમણે ભાજપ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, ભાજપ બાબૂ, તમે જય શ્રી રામ બોલો છો પરંતુ શું તમે અત્યાર સુધી રામ મંદિર બનાવ્યું છે? ચૂંટણી દરમિયાન રામચન્દ્ર તમારી પાર્ટીના એજન્ટ બની જાય છે.
તૃણમૂલ કોંગ્રેસના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, તેઓ દરેક વ્યક્તને જય શ્રી રામના નારા લગાવવાની ફરજ પાડી રહ્યા છે. શું ચૂંટણી આવતા જ રામચન્દ્ર ભાજપના એજન્ટ બની જાય છે? ભાજપ અને નરેન્દ્ર મોદી જે ઇચ્છે છે તે બોલવા માટે કોઇને મજબૂર કરી શકાય નહીં.
તેમણે ઉમેર્યું હતું કે, બંગાળના લોકો વંદે માતરમ અને જય હિંદના નારા લગાવશે. અમે તે નારા નહીં લગાવીએ જે તમે સાંભળવા માંગો છો. તેઓ બંગાળની સંસ્કૃતિને સમાપ્ત કરવાના પ્રયાસ કરી રહ્યા છે.