ભારતીય જનતા પાર્ટીના નેતા નરેશ અગ્રવાલે કÌšં છે કે બહુજન સમાજવાદી પાર્ટી અને સમાજવાદી પાર્ટીનું ગઠબંધન પરિણામ સામે આવતા પહેલા જ તૂટી જશે. નરેશ અગ્રવાલે કÌšં કે, બહુજન સમાજવાદી પાર્ટીની અધ્યક્ષ માયાવતી ખુદ અખિલેશ યાદવનો સાથ છોડી દેશે અને એ ચોરાહા પર દોડતી નજર આવશે.
એક સમયે સમાજવાદી પાર્ટીનો ચહેરો રહેનારા નરેશ અગ્રવાલે લોકસભા ચૂંટણી પ્રચાર સમયે યૂપીના હરદોઈમાં આ વાત કહી હતી અને આ સમયે તેમણે પોતાના પૂર્વ નેતા અખિલેશ યાદવને પણ નહોતા છોડ્યા. નરેશ અગ્રવાલે કÌšં કે, ૨૩ મે જ્યારે ચૂંટણી પરિણામો જાહેર થશે તો આગલા દિવસે જ માયાવતી તેમનો સાથ છોડી દેશે. અને સપના અખિલેશ રસ્તાઓ પર દોડતા જાવા મળશે. નરેશ અગ્રવાલે આ વાતનો તર્ક રજૂ કરતા કÌšં હતું કે, ૨૩ મેના રોજ મતગણતરી થશે અને ૨૪ તારીખે માયાવતી ગઠબંધન તોડી નાખશે. જે પછી અખિલેશ રસ્તામાં વાનરોની માફક દોડશે.
જા કે ગઠબંધન પર આ પ્રકારનું નિવેદન પહેલી વખત નથી આવ્યું. નરેશ અગ્રવાલ ન માત્ર માયવતી પર ગઠબંધન તોડવાનો આરોપ લગાવ્યો છે. પણ અખિલેશ યાદવ માટે વિવાદિત શબ્દનો પ્રયોગ પણ કર્યો છે.