મુંબઇ શેર બજાર સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી 6 કંપનીઓને વીતેલા એક સપ્તાહ દરમિયાન 64,219 કરોડનું નુકસાન થયું છે. આ ટોચની કંપનીઓમાં સૌથી વધારે નુકસાન ટાટા સન્સની IT કંપની TCS ને થયું છે. પાછલાં એક સપ્તાહમાં TCS ની માર્કેટ કૈપ 39,700.2 ઘટીને હવે 8,00,196.04 કરોડ રૂપિયા થઇ ગઇ છે. આ ઉપરાંત હિન્દુસ્તાન યુનિલિવરની માર્કેટ કૈપ 11,029.2 કરોડ રૂપિયા ઘટીને 3,66,444.16 કરોડ થઇ છે. ઇન્ફોસિસના 5,832.53 કરોડ ઘટીને 3,16,201.41 કરોડ થયા છે.
પ્રાઇવેટ સેક્ટરની બેંક ICICI ની માર્કેટ કૈપમાં 3,558.82 કરોડ રૂપિયા ઘટીને 2,59,087.06 કરોડ રૂપિયા થઇ છે. સરકારી બેંક SBI ની માર્કેટ કૈપ 2811.25 કરોડ ઘટીને 2,75,904.37 કરોડ રૂપિયા થઇ છે જ્યારે ITC ની માર્કેટ કૈપ 1,287.15 ઘટીને 3,72,172.06 કરોડ રૂપિયા થઇ છે.
આ છ કંપનીની માર્કેટ કૈપમાં ધરખમ ઘટાડો થયો છે તો બીજી તરફ HDFC બેંકની માર્કેટ કૈપ 25,492.79 કરોડ રૂપિયા વધીને 6,45,508.46 કરોડ થયું છે. આ દરમિયાન રિલાયન્સની માર્કેટ કૈપ પણ વધી છે. રિલાયન્સની માર્કેટ કૈપમાં 9,888.45 કરોડનો વઘારો થઇને તે હવે 8,91,893.89 કરોડ રૂપિયા થઇ છે. કોટક મહિન્દ્રા બેંકની માર્કેટ કૈપ 7,654.43 કરોડ વધીને 2,70,701.52 કરોડ રૂપિયા થઇ છે.