બેંગલુરુ,
ઈન્ફોસિસના પૂર્વ સીઈઓ અને દિગ્ગજ રોકાણકાર ટી.વી.મોહનદાસ પાઈએ કહ્યું કે, ભારતમાં નોકરીની નહીં, વેતનની સમસ્યા છે. ભારતમાં ઓછી આવકવાળી નોકરીઓની તકો ઊભી થઈ રહી છે, જે ડિગ્રી હોલ્ડર કરવા નથી માગતા. તેમણે બેરોજગારીના આંકડા સામે પણ સવાલ ઉઠાવ્યા છે.
પીટીઆઈને તેમણે જણાવ્યું કે, ‘ભારતમાં સારી અકિલા નોકરીઓની તક નથી ઊભી થઈ રહી. ૧૦-૧૫ હજાર રૂપિયાની નોકરીઓ વધારે છે, જેની તરફ ડિગ્રી હોલ્ડર આકર્ષિત નથી થઈ રહ્યા. ભારતમાં મજૂરીની સમસ્યા છે, કામની નહીં.’
તેમણે કહ્યું કે, તેની સાથે ભારતમાં ક્ષેત્રીય અને ભૌગોલિક સમસ્યાઓ પણ છે. પઈએ સલાહ આપી કે ચીનની જેમ ભારત શ્રમ પ્રધાન ઉદ્યોગ શરૂ કરે અને બંદરોની નજીક ઈન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરે. સાથે જ નોકરી કરનારાઓની આકાંક્ષાઓને પૂરી કરવા માટે હાઈટેક ય્રૂઝ્રમાં વધુ રોકાણ કરે.
તેમણે કહ્યું કે, ‘આપણે જોવું જોઈએ કે ચીને શું કર્યું છે. તેમણે પહેલા શ્રમ ઉદ્યોગ સ્થાપ્યા. સમગ્ર દુનિયાને આમંત્રિત કરી કે તેના શ્રમનો ઉપયોગ કરે અને નિકાસનો વેપાર કર્યો. આપણે શ્રમ પ્રધાન ઉદ્યોગોને પ્રોત્સાહન નથી આપ્યું. આપણી પાસે સાચી નીતિ નથી. એટલે આપણે આપણા વધારે શ્રમનો ઉપયોગ કરી શકતા નથી.’