Charotar Sandesh
ઈન્ડિયા

ભારતમાં મોટા હુમલાની તૈયારી..!?, પાકિસ્તાને મસૂદ અઝહરને મુક્ત કર્યો…

મસૂદ અઝહરની મુક્તિ બાદ ભારતીય સેના અને સુરક્ષા દળોને એલર્ટ કરાયા…

આઇબીએ જમ્મૂ અને રાજસ્થાન બૉર્ડર પર આતંકી ઘૂસણખોરી-બ્લાસ્ટ વિશે એલર્ટ જાહેર કર્યું…

ન્યુ દિલ્હી/ઇસ્લામાબાદ,
જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવવાના ભારતના નિર્ણયથી પાકિસ્તાન બરાબરનું ભેરવાયું છે. દુનિયાભરના દેશોએ પાકિસ્તાનને તેની જગ્યા બતાવી દીધા બાદ પણ તે શાંત બેસવા તૈયાર નથી. હવે જ્યારે બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધતો જઈ રહ્યો છે ત્યારે જ પાકિસ્તાને ભારત વિરોધી વધુ એક પગલુ ભર્યું છે. ઈમરાન ખાન સરકારે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને જેલથી મુક્ત કરી દીધો છે.
મસૂદ અઝહર ભારતમાં સંસદ, મુંબઈ, પુલવામા, ઉરી સહિત અનેક હુમલાનો માસ્ટરમાઇન્ડ છે. મસૂદ અઝહરની મુક્તિ બાદ ભારતીય સેના અને સુરક્ષા દળોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
આ વર્ષે ૧૪ ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાને મસૂદ અઝહરની ધરપકડ કરી લીધી હતી. જોકે, ત્યારે પણ ભારતે કહ્યું હતું કે મસૂદ અઝહરની ધરપકડ માત્ર દેખાડો છે. હવે તેની ગુપચુપ મુક્તિથી સ્પષ્ટ થઈ ગયું છે કે પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય દબાણમાં આવીને મસૂદ અઝહરની ધરપકડનું નાટક કર્યુ હતું.
ભારતીય ખાનગી એજન્સી આઈબીએ જમ્મુ અને રાજસ્થાન બોર્ડર પર આતંકી ઘૂસણખોરી અને બ્લાસ્ટ વિશે એલર્ટ જાહેર કર્યું છે. મીડિયા રિપોટ્‌ર્સ પ્રમાણે આઈબીના બે અધિકારીઓએ કહ્યું છે કે, જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરને છોડી દેવામાં આવ્યો છે. તે સાથે જ પાકિસ્તાને જમ્મુ અને રાજસ્થાન સેક્ટરમાં તેમના વધુ સૈનિકો તહેનાત કરી દીધા છે.
સુરક્ષા એજન્સીના જણાવ્યા પ્રમાણે, જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ ૩૭૦ ખતમ કર્યા પછીથી બોર્ડર પર સતત ઘૂસરણખોરી વધી રહી છે. પાકિસ્તાન અને આતંકી સંગઠન મોટા બ્લાસ્ટનું કાવતરુ ઘડી રહ્યા છે. આતંકીઓ સતત બોર્ડર પર ઘૂસણખોરીનો પ્રયત્ન કરી રહ્યા છે. આઈબીએ રાજસ્થાન-જમ્મુ બોર્ડર પર તહેનાત બીએસએફ અને સેનાના અધિકારીઓને પણ એલર્ટ મોકલ્યું છે.
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ૬ સપ્ટેમ્બરે કહ્યું હતું કે, ભારત જમ્મુ-કાશ્મીરમાં જે પણ કઈ કરી રહ્યું છે તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. ભારતે અનુચ્છેદ ૩૭૦ ખતમ કરીને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને બે કેન્દ્ર શાસિત રાજ્ય બનાવ્યા છે. ભારતના આ નિર્ણયને વૈશ્વિક સમુદાય દ્વારા નજરઅંદાજ કરવામાં આવ્યો છે. તેના કારણે નવી દિલ્હી અને ઈસ્લામાબાદ વચ્ચે તણાવની સ્થિતિ ઉભી થઈ છે. જ્યારે પાકિસ્તાનના સેના પ્રમુખ જાવેદ બાજવાએ કહ્યું કે, કાશ્મીર અમારી દુખતી નસ છે. તેના માટે અમે છેલ્લી ગોળી સુધી લડીશું.

Related posts

વરુણ ધવને ડાન્સર ઈશાનને સારવાર માટે રૂ. પાંચ લાખની મદદ કરી

Charotar Sandesh

માતા-પિતાની સંભાળ રાખનારા પુત્રને સંપિત્તનો વધુ હિસ્સો આપી શકાય : સુપ્રીમ કોર્ટ

Charotar Sandesh

રઘુરામ રાજને વડાપ્રધાનના આત્મનિર્ભર ભારત અભિયાનને જોખમી ગણાવ્યું…

Charotar Sandesh