ભારત ૬ ગોલ્ડ સહિત ૨૧ મેડલ સાથે બીજા નંબરે…
મુંબઇ : નેપાળના કાઠમાંડૂમાં ચાલી રહેલા ૧૩માં સાઉથ એશિયન ગેમ્સ (SAG)માં ભારતે મંગળવારે ૧૫૦૦ મીટર રેસમાં ૪ મેડલ જીત્યા. ટુર્નામેન્ટના બીજા દિવસે પુરુષ એથલેટે ગોલ્ડ અને સિલ્વર, જ્યારે મહિલા એથલેટે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યો. ટુર્નામેન્ટમાં ભારત ૬ ગોલ્ડ સહિત ૨૧ મેડલની સાથે બીજા નંબર પર છે. હોસ્ટ ૨૮ મેડલની સાથે ટોપ પર છે.
ભારત માટે અજય કુમાર સારોએ ગોલ્ડ જીત્યો. તેમણે ૧૫૦૦ મીટર રેસ(૩.૫૪.૧૮ સમય) પુરી કરી. જ્યારે અજીત કુમારે(૩.૫૭.૧૮ સમય) રેસ પુરી કરીને સિલ્વર મેડલ જીત્યો. જ્યારે મહિલાઓમાં ચંદાએ(૪.૩૪.૫૧ સમય)સિલ્વર અને ચિત્રાએ(૪.૩૫.૪૬ સમય) બ્રોન્ઝ પોતાના નામે કર્યા. શ્રીલંકાની ઉદા કુબુરાલગે(૪.૩૪.૩૪ સમય) ગોલ્ડ પોતાના નામે કર્યો.