Charotar Sandesh
ઈન્ડિયા

ભારતીય જનતા પાર્ટીના જે.પી. નડ્ડા ૧૧મા અધ્યક્ષ તરીકે સર્વાનુમતે ચૂંટાયા…

ત્રણ વર્ષ સુધી આ પદ ઉપર રહેશે, નડ્ડાના નામનો પ્રસ્તાવ વિદાયમાન શાહે મૂક્યો…

વડાપ્રધાન સહિત તમામ દિગ્ગજ નેતાઓ હાજરી આપી અભિનંદન પાઠવ્યા…

ન્યુ દિલ્હી : જેપી નડ્ડા ભારતીય જનતા પાર્ટીના ૧૧માં અધ્યક્ષ બની ગયા છે. તેઓ બિનહરીફ રીતે અધ્યક્ષ પદે ચૂંટાઈ આવ્યા છે. નામ વાપસીની સમય મર્યાદા પૂર્ણ થઈ ગયા બાદ રાધામોહન સિંહે નડ્ડાના નામની જાહેરાત કરી હતી. નડ્ડા ૨૦૨૨ સુધી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે પાર્ટીની કમાન સંભાળશે. પાર્ટીએ સંગઠન ચૂંટણી અધિકારી રાધામોહન સિંહે નડ્ડાને બિનહરીફ તરીકે ચૂંટ્યા હતા. ભાજપના હાલના અધ્યક્ષ અમિત શાહે સંગઠન ચૂંટણી પ્રભારી રાધામોહન સિંહને નવા અધ્યક્ષના નામાંકનનો પ્રસ્તાવ સોંપ્યો હતો.

આ દરમિયાન રાધામોહન સિંહે કહ્યું કે ‘ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની તમામ બંધારણીય પ્રક્રિયાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જગત પ્રકાશ નડ્ડાને ૨૦૧૯થી ૨૦૨૨ સુધી સર્વાનુમતિથી અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે.

નડ્ડાની રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પસંદગી થવાથી પૂર્વ પાર્ટી અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિત પાર્ટીના તમામ નેતાઓએ નડ્ડાને શુભેચ્છાઓ પાઠવી હતી. આજે સવારે ૧૦.૩૦ વાગ્યે ભાજપ હેડક્વાર્ટરમાં ભાજપા અધ્યક્ષ પદની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. ગૃહ મંત્રી અમિત શાહ, યોગી આદિત્યનાથ છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહ, કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જોશી સહિતના નેતાઓ પાર્ટી કાર્યાલયે પહોંચ્યા હતા.

૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં વિરાટ જીત બાદ પાર્ટીની કમાન સંભાળનારા અમિત શાહની અધ્યક્ષતામાં ભાજપે અનેક ઊંચાઈઓ આંબી છે. સતત વિધાનસભાની ચૂંટણીમાં જીત, ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં જીતના કારણે અમિત શાહને હાલના ચાણક્ય કહેવામાં આવે છે. એવામાં લગભગ સાડાપાંચ વર્ષનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે અને જેપી નડ્ડાની સામે ચેલેન્જ રહેશે કે તેઓ અમિત શાહની જગ્યા ભરી શકે.

જેપી નડ્ડાએ કહ્યું હતું કે હું આભારી છું પ્રદેશની એકમોનો જેમણે મને સર્વાનુમતે ચૂંટ્યો છે. સર્વાનુમતે મને જે કામ કરવાની તક આપી છે તેના માટે પ્રદેશની તમામ એકમોનો આભાર વ્યક્ત કરું છું. તેમણે કહ્યું હતું કે જે પ્રેમ, વિશ્વાસ, સહયોગ તમે મારા પર કર્યો છે તેના માટે હું આભાર વ્યક્ત કરું છું. વિશ્વની સૌથી મોટી પાર્ટીના કામ સંભાળવા અને તેને આગળ લઇ જવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અને પાર્ટી સંગઠને જે મારા પર વિશ્વાસ મુક્યો છે તેના માટે હું બધાનો આભાર વ્યક્ત કરું છું. તેમણે પક્ષના નેતાઓને ખાતરી આપી હતી કે તેઓ ભાજપના ચૂંટણી પ્રતિક કમળને દેશના ખૂણે-ખૂણા સુધી લઇ જવા દિન-રાત મહેનત કરશે અને પક્ષમાં સૌને સાથે લઇને ચાલશે. જેને શીર્ષ નેતૃત્વના આટલા આર્શિવાદ મળ્યા હોય, તેને જો કોઇ જવાબદારી મળે છે તો જ્યાં તમે મારી સાથે છો અને નેતૃત્વમાં મારી સાથે છો, તો હું પુરી તાકાત સાથે આગળ વધીશ. આદરણીય વડાપ્રધાનજીએ પાર્ટીની રીતિ-નીતિ વિશે ચર્ચા કરતાં જણાવ્યું હતું કે આપણે કેવી રીતે બીજી પાર્ટીઓ કરતાં અલગ છીએ. આપણે ફક્ત નીતિઓમાં અને નીતિઓની બારીકીઓમાં જ અલગ નથી પરંતુ તેના પરિણામ પણ અલગ છે.

ઉલ્લેખનીય છેકે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કાર્યકાળ ગત વર્ષે પુરો થયો હતો. પરંતુ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાર્યકાળ વધારવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે જેપી નડ્ડાના નજીકના સંબંધો રહ્યા છે. નડ્ડા સામે શાહનો શાનદાર રેકોર્ડ મોટો છે ત્યાં દિલ્હી ચૂંટણી વધુ એક પડકાર બની રહેશે. અહીં નોંધનિય છે કે, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની અગાઉ કારમી હાર થઇ હતી. પાર્ટીએ માત્ર ત્રણ જ બેઠકો જીતી હતી.

Related posts

મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૬ પોલીસકર્મીઓનાં કોરોના રિપોર્ટ પોઝિટિવ….

Charotar Sandesh

ભારત બ્રિટેનને પછાડી દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની

Charotar Sandesh

ઓસ્ટ્રેલિયાએ ૧૫ મે સુધી ભારત તરફથી આવતી ફ્લાઇટ્‌સ પર મુક્યો પ્રતિબંધ…

Charotar Sandesh