ભારતીય નેવીએ સોમવારે મઝગાંવ ડોક લિમિટેડમાં ચોથી સ્કોર્પીન ક્લાસ સબમરીન વેલા લોન્ચ કરી.પ્રોજેક્ટ ૭૫ અંતર્ગત ભારત છ સબમરીન તૈયાર કરી છે. રિપોટ્સ મુજબ બાકીની બે સબમરીન આઈએનએસ વાગરી અને આઇએનએસ વાગશીર પરનું કામ એડવાન્સ સ્ટેજમાં પહોંચી ગયું છે. જેને પણ ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે.
મુંબઈ સ્થત મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ અને ફ્રાંસની કંપની નેવલ ગ્રુપ (ડીસીએનએસ)ના સહયોગથી સ્કોર્પીન ક્લાસ સબમરીનના પ્રોજેક્ટ પર કામ ચાલી છે. બંને કંપનીઓ વચ્ચે ૬ સબમરીન તૈયાર કરવા માટે ૨૦૦૫માં કરાર થયો હતો. જે અંતર્ગત તમામ સબમરીન મુંબઈમાં જ તૈયાર થઈ રહી છે.
આ ૬ સબમરીન નેવીમાં સામેલ થતા તેની તાકાતમાં વધારો થશે. આ તમામ સ્કોર્પીન સબમરીન એન્ટી સરફેસ વોરફેર, એન્ટી સબમરીન વોરફેર, ગુપ્ત માહિતી ભેગી કરવા, માઈન્સ ગોઠવવા અને એરિયા સર્વિલાંસ જેવા કામ કરી શકે છે.
પ્રોજેક્ટ ૭૫ અંતર્ગત નેવીને પહેલી સબમરીન ગત વર્ષે ડિસેમ્બરમાં મળી હતી. સ્કોર્પીન ક્લાસની પહેલી સબમરીનનો નામ આઇએનએસ કલવરી છે. રિપોટ્સ મુજબ આઇએનએસ ખંડેરી (જાન્યુઆરી ૨૦૧૭) અને આઇએનએસ કરંજ (૩૧ જાન્યુઆરી ૨૦૧૮) પહેલાં જ ભારતીય નેવીમાં સામેલ કરાઈ છે. આ બંને એડવાન્સ સ્ટેજની સબમરીન છે, જેનાથી નેવીની તાકાતમાં વધારો થયો છે.