ન્યુ દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ શાનદાર ખેલાડી યુવરાજ સિંહે વેસ્ટઈન્ડીઝ સામે પહેલી ટી-૨૦ મેચમાં ખરાબ ફિલ્ડીંગને લઈને યજમાન ટીમની આકરી ટીકા કરી છે. સમગ્ર મેચ દરમિયાન ભારતીય ફિલ્ડરોએ ખુબજ ખરાબ ફિલ્ડીંગ કરી અને કેટલાયે કેચ છોડ્યા. વોશિંગ્ટન સુંદર અને રોહિત શર્માએ પણ કેટલાક કેચ છોડ્યા, કેપ્ટન વિરાટ કોહલીના હાથમાંથી પણ કેચ છુટ્યો આ વાતથી યુવરાજ સિંહ થોડો નારાજ થયો છે.
વેસ્ટઈન્ડીઝના બેટ્સમેનોએ ભારતીય ટીમની ખરાબ ફિલ્ડીંગનો ભરપુર ફાયદો ઉઠાવતા ૨૦ ઓવરમાં ૨૦૭ રનનો સ્કોર ઉભો કરી દીધો. ભારતને જોકે આ સ્કોરને સફળતાપૂર્વક પાર કર્યો.
યુવરાજે ટ્વીટર પર લખ્યુ કે આજે મેદાન પર ભારતીય ટીમનું ખુબજ ખરાબ પ્રદર્શન રહ્યું. યુવા ખેલાડીઓએ ખુબ મોડા મોડા રિએક્ટ કર્યુ. શું આ વધારે પડતા ક્રિકેટની અસર છે તેમ કહી શકાય?
ભારતીય ટીમે કોહલીના આણનમ ૯૪ બહેતરીન તોફાની સ્કોરના દમ પર રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાયેલ ટી-૨૦ મેચમાં વીન્ડિઝ દ્વારા રાખવામાં આવેલ ૨૦૮ રનના વિશાળ લક્ષ્યને સરળતાથી પાર કરી ૬ વિકેટથી જીત મેળવી હતી. આ ભારત દ્વારા ટી-૨૦ મેચમાં અત્યારસુધીનું સૌથી મોટું લક્ષ્ય છે.