પાકિસ્તાને ફરી વખત પુંછમાં સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું…
શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. બારામુલ્લામાં ૪ થી ૫ આતંકીઓ ઘુસણખોરી કરી રહ્યા હતા અને અંધાધૂન ફાયરિંગ કરી રહ્યા હતા. જોકે BSFના જવાનોએ જડબાતોડ જવાબ આપી તમામ આતંકીઓને પાછા ધકેલ્યા હતા.
મહત્વનું છે કે કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ ૩૭૦ કલમ હટાવ્યા બાદ આતંકીઓને પનાહ આપતું પાકિસ્તાન લોહિ ઉકાડા કરી રહ્યું છે. અને આતંકીઓને ભારતમાં ઘુસપેઠ કરાવી રહ્યું છે. જોકે ભારતીય સેના તમામ મોરચે આતંકીઓના નાકામ ઈરાદાઓ પરાસ્ત કરી રહ્યું છે.
પાકિસ્તાની સેનાએ ફરીવાર જમ્મુ કાશ્મીરના પુંછમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ. શનિવારે મોડી રાત્રે પાકિસ્તાને ભારતીય ચોકી અને ગામડાઓને નિશાન બનાવ્યા. પાકિસ્તાનના સીઝ ફાયર બાદ ભારતીય સેનાએ પાકિસ્તાની રેન્જર્સને જડબાતોડ જવાબ આપ્યો છે.
આ પહેલા પાકિસ્તાને કઠુઆના હીરાનગરમાં પણ બેફામ ગોળીબાર કર્યો હતો. જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવવામાં આવતા પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયુ છે. પાકિસ્તાન સતત ભારતને અસ્થિર કરવા સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યુ છે.