ન્યુ દિલ્હી,
દેશભરમાં ગણેશોત્સવનુ કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયુ છે. દેશભરના વિવિધ શહેરોની સાથે સાથે જમ્મુ કાશ્મીરની ભારત પાક બોર્ડર પર પણ ગણપતિબાપા મોરીયા…નો જયજયકાર થવાનો છે.
રાજ્યના પૂંછ શહેરની રહેવાસી કિરણ ઈશર ગણેશભક્ત છે. છેલ્લા ૧૦ વર્ષથી તે બોર્ડર પર ગણેશોત્સવની ઉજવણી કરે છે. ગણપતિબાપાની મૂર્તિ લેવા માટે તે ખાસ મુંબઈ જાય છે.
આ વખતે તેમણે ત્રણ મૂર્તિઓ ખીદી છે. જેમાં સૌથી ઉંચી ૬.૫ ફૂટ ઉંચી મૂર્તિ પર ભારતનો નકશો પણ બનેલો છે અને આ મૂર્તિને બોર્ડર ચા રાજા નામ અપાયુ છે.
કિરણનુ કહેવુ છે કે, છેલ્લા ૧૦ વર્ષથી હું બોર્ડર પર ગણેશોત્સવ સેલિબ્રેટ કરૂ છું. જેની પાછળનો ઉદ્દેશ બોર્ડર પર તૈનાત જવાનોનુ મનોબળ વધારવાનો છે અને નાગરિકોમાં સદભાવનુ વાતાવણ ઉભુ કરવાનો છે.