Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત

ભારે વરસાદથી અમદાવાદ જળબંબાકાર : અનેક વિસ્તારોમાં કેડ સમા પાણી…

૧ર કલાકમાં ૮ ઇંચ વરસાદ પડતા સમગ્ર શહેર પાણી-પાણી : ૪ અંડરપાસ બંધ કરાયા : હાટકેશ્વર વિસ્તાર દરીયામાં ફરેવાયો…

અમદાવાદ : શહેરમાં પણ મેઘરાજાએ જમાવટ કરી છે. આખી રાત ધોધમાર વરસતા આઠ ઈંચ પાણી પડી ગયુ છે. દરમિયાન એકધારા વરસાદના પગલે શહેરભરમાં પાણી ભરાઈ ગયા છે તો હાટકેશ્વર સર્કલ સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ગયુ છે. તસ્વીરમાં માર્ગો ઉપર પાણીની નદીઓ જોવા મળે છે.

ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદ ઉપર ગઇકાલથી મેઘરાજા મહેરબાન થતાં સમગ્ર શહેર પાણી-પાણી થઇ ગયું છે. શહેરમાં ગઇરાત ભારે વરસાદે રૌદ્ર સ્વરૂપ બતાડી માત્ર ૧ર કલાકમાં ૮ ઇંચ વરસાદ પડતાં જનજીવન ખોરવાઇ ગયું છે શહેરના અનેક વિસ્તારોમાં ગોઠણ સુધીના પાણી ભરાયા છે. તો હાટકેશ્વર વિસ્તાર દરીયા સમો ભાસી રહ્યો છે. ભારે વરસાદને કારણે શહેરના ૪ અંડરપાસ બંધ કરી દેવાયા છે. શહેરમાં ઠેકઠેકાણે વૃક્ષો પડી ગયાના પણ અહેવાલ છે. શહેરમાં રાત્રીના ૧ર થી સવારના પ સુધીમાં પ ઇંચ વરસાદ પડયો છે. સવારે ૪ થી પ વાગ્યા દરમ્યાન અઢી ઇંચ વરસાદ નોંધાયેલ છે.

Related posts

ભાજપનો ખેતી અને ખેડૂત વિરોધી ચહેરો ખૂલ્લો પડી ગયો : અમિત ચાવડા

Charotar Sandesh

ઈવીએમ સ્ટ્રોંગ રૂમ નજીક ‘નમો વાઈ-ફાઈ’ પકડાતું હોવાની ફરીયાદ

Charotar Sandesh

એરપોર્ટ ખાનગીકરણ મુદ્દે કોંગ્રેસનો આક્ષેપ, નિયમોને નેવ મુકી અદાણીને લાભ કરાવ્યો…

Charotar Sandesh