સવારથી સતત ચાર કલાક સુધી વીજળીના કડાકા સાથે પડી રહેલા વરસાદના કારણે આંકલાવમાં બેટ જેવી સ્થિતિ જોવા મળી…
આંકલાવ વિધાનસભાના ધારાસભ્યશ્રી અમિત ચાવડા અને સ્થાનિક આગેવાનોએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ આણંદ જિલ્લા કલેક્ટર અને રેલવે તંત્રને અસરગ્રસ્ત વિસ્તારોમાં ત્વરિત પગલાં લેવા માટે સુચના આપી…
આંકલાવ,
આંકલાવ વિધાનસભા વિસ્તારના ગામોમાંથી પસાર થતી નિર્માણાધીન રેલવેલાઈનના કારણે ચોમાસાની શરૂઆતે વરસાદી પાણીના કુદરતી નિકાલના માર્ગો અવરોધાઈ જતા સંપાદિત થયેલી જમીનની આજુબાજુ વસવાટ કરતા પરિવારોના ઘરો અને ખેતરોમાં વરસાદી પાણી ઘુસી ગયા, જેને લઈ સ્થાનિકોને વ્યાપક પ્રમાણમાં આર્થિક નુકશાન અને હાલાકી ભોગવવા નો વારો આવ્યો. જેને લઈ આંકલાવ વિધાનસભાના ધારાસભ્યશ્રી અમિત ચાવડા અને સ્થાનિક આગેવાનોએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ આણંદ જિલ્લા કલેક્ટર અને રેલવે તંત્રને અસરગ્રસ્ત વિસ્તારોમાં ત્વરિત પગલાં લેવા માટે સુચના આપી.
આંકલાવ તાલુકામાં સવારથી જ ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં આંકલાવ શહેર અને તાલુકાના અનેક ગામોમાં નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. સવારથી સતત ચાર કલાક સુધી વીજળીના કડાકા સાથે પડી રહેલા વરસાદના કારણે આંકલાવમાં બેટ જેવી સ્થિતિ જોવા મળી હતી. તે ઉપરાંત આંકલાવ તાલુકાના ગામોને જોડતા માર્ગો પર વૃક્ષો ધરાશાયી હતા. જેમાં ભેટાસી ભાણપુરા માર્ગ પર વિશાળ વૃક્ષ ધરાસયું હતું અને આંકલાવ ઉમેટા માર્ગ પર વૃક્ષ પડવાથી વીજ પોલ તૂટી પડ્યો હતો. જેથી માર્ગો અવર જવરમાં પણ લોકોને મુસીબતનો સામનો કરવાનો વારો આવ્યો હતો. અનેક ગામમાં કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો. જેથી લોકોને અનેક મુસીબતોનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
આંકલાવમાં જોવા જઈએ તો માર્ગો પર તેમજ નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. જેમાં આંકલાવમાં બલમશા દરગાહ પાસે, પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં તેમજ જાહેર સ્થળોએ પાણી પાણી જોવા મળ્યું હતું. આંકલાવ તાલુકાના અનેક ગામોમાં તંત્રની બેદરકારી જોવા મળી હતી. જેમાં નવા બનાવેલા માર્ગો ધોવાયા હતા. જેમાં માનપુરા અને હઠીપુરા પાસે માર્ગો ધોવાયા હતા. અનેક વાર આ બનાવોમાં લોકોને આ મુસીબતોનો સામનો કરવાનો વારો આવ્યો છે.
એમજીવીસીએલ આંકલાવ નાયબ ઈજનેરે જણાવ્યું હતું કે, આંકલાવ તાલુકા સવારથી ૪૦ થી વધુ વીજપુરવઠો ખોરવાયાની ફરિયાદો આવી હતી. પરંતુ મોટા ભાગની બધી ફરિયાદ સંપૂર્ણપણે સોલ કરી દેવમાં આવી છે માત્ર જ્યાં જગ્યાએ ઝાડ પડ્યા છે ત્યાં ટીમ દ્વારા કામગીરી પૂર્ણ કરી વહેલી તકે બાકી રહેલી ફરિયાદ સોલ કરી દેવામાં આવશે.