Charotar Sandesh
ચરોતર

ભાલેજ પોલીસે ગરીબો માટેના કેરોસીનના જથ્થા સાથે 4,61,410 નો મુદ્દામાલ જપ્ત કર્યો

સસ્તા અનાજના દુકાનદારો દ્વારા કેરોસીન સહિતની ચીજવસ્તુઓનું ખુબ મોટા પ્રમાણમાં  કાળાબજાર થતું હોવાની બૂમો…

ઉમરેઠ તાલુકામાં સસ્તા અનાજના દુકાનદારો દ્વારા કેરોસીન સહિતની ચીજવસ્તુઓનું ખુબ મોટા પ્રમાણમાં  કાળાબજાર થતું હોવાની બૂમો વચ્ચે  ઉમરેઠ તાલુકાના ભાલેજ નજીકના તાડપુરા ગામમાંથી કેરોસીનના પાંચ  કેરબા પકડાતા, કેરોસીનનું કાળાબજાર અટકાવવા હેતુ  સરકાર દવારા અમલમાં મુકેલ કાયદા જેવા કે ફરજીયાત ફિંગર પ્રિન્ટ તેમજ આધારકાર્ડના નિયમો હાંસીને પાત્ર બન્યા છે, સરકાર દ્વારા જેટલા કાયદા બનાવવામાં આવે છે વિક્રેતાઓ તેટલા જ છીંડા શોધી કાઢે છે તેનો વધુ એક દાખલો ઉમરેઠ તાલુકામાં બનવા પામ્યો છે,ઉમરેઠ તાલુકામાં  ભાલેજ, વણસોલ, પરવટા,ઉંટખરી, રતનપુરા,શીલી,અને ખાનકૂવા ગામોમાં ગરીબ લોકોની ઘણા વખતથી  કેરોસીન નહીં મળતું હોવાની બૂમો ઉઠી છે, તો સસ્તા અનાજ તેમજ કેરોસીનના બ્લેકમાર્કેટિંગ માટે આ ગામો તાલુકામાં સૌથી વધુ બદનામ હોવાની જાણકારી પ્રાપ્ત થઇ છે .
પ્રાપ્ત માહિતી મુજબ આણંદ એસ.પી.કચેરી એથી  ગત રાત્રીના રોજ  ટેલિફોન વર્ધી મળતા ભાલેજ પોલીસ સ્ટેશનના અજીતસિંહ ભીમસિંહ, અજયભાઇ વાલજીભાઇ, તેમજ જોઇતાભાઈ હીરાભાઈ તેમજ પંચના માણસો સાથે તાડપુરા ઇન્દિરા નગરીપ્રાથમિક શાળા પાસે જતા એક ઉભી રહેલ ટ્રક પાસે ફકીરમહંદ અબ્દુલભાઇ વ્હોરા,રહે ઉમરેઠ પીપળીયા ભાગોળ,ઇમરાનભાઈ અહેમદભાઈ વ્હોરા,રહે ઉમરેઠ ઓડ બજાર, નરેશકુમાર નટવરભાઈ સોલંકી રહે ઉમરેઠ તેમજ સુરેશભાઈ શંકરભાઇ વાળંદ રહે,તાડપુરા ઈન્દીરાનગરી નાઓને બિલ વગરનું ભૂરાકલરનું કેરોસીન ટ્રકનં જી.જે.07 યુ.યુ.6840માં ભરેલ પાંચ કેરબા કુલ 240 લીટર કિંમત રૂ 9600 તથા કેરોસીન ભરવા વપરાતી પાઇપ તેમજ આરોપીઓ ની અંગ જડતી માંથી મળી આવેલ બે નંગ મોબાઈલ ફોન તેમજ અશોક લેલન કંપનીની ટ્રક મળી કુલ 4.61.410 રૂપિયાનો મુદ્દદામાલ ઝડપી પાડ્યો હતો, તેમજ રાત્રીના સમયે બિલ વગરના કેરોસીનના જથ્થા સાથે શકમંદ હાલતમાં મળી આવતા વિગતવારનું પંચનામું રાત્રીના 12 વાગ્યાની આસપાસ નું કરી સી.આર.પી.સી ની કલમ 102 મુજબ ચારેય ઈસમોની અટકાયત કરી ભાલેજ પોલીસે કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે.

ઉમરેઠ તાલુકાના સસ્તા અનાજ / કેરોસીનના વિક્રેતાઓ  ડી.એસ.ઓ ને પણ ગાંઠતા નથી !!

જિલ્લા પુરવઠા અધિકારીના વડપણ હેઠળ મંગળવારના રોજ ઉમરેઠ મામલતદાર કચેરી ખાતે સસ્તા અનાજ / કેરોસીન વિક્રેતાઓની એક મિટિંગ બોલાવવામાં આવી હતી અને જાણવા મળ્યા મુજબ આ મિટિંગમાં ડી.એસ.ઓ ગોપાલ બામણીયાએ સરકાર દ્વારા અમલમાં મુકાયેલ નિયમોનું સખ્ત પાલન કરી વિસ્તારના છેવાડાના ગરીબ સુધી તેમના રેશનિંગના હક્કનું કેરોસીન તેમજ અનાજ પહોંચાડવાની તાકીદ કરવામાં આવી હતી તેમજ કોઈ પણ રીતના બ્લેક માર્કેટિંગ કરનાર સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે તેવી જાણ કરવા છતાં મિટિંગના બીજાજ દિવસની રાત્રીએ કેરોસીન વિક્રેતાના ડેપો ઉપરથી ગરીબોના ચૂલા સળગે તે હેતુનું કેરોસીન પગ કરી જતું પકડાયું હતું.

ઉમરેઠમાં કેરોસીન માફિયાઓ સક્રિય દર વર્ષે સરકારને લગાડે છે કરોડોનો ચૂનો

ઉમરેઠ તાલુકામાં રાત્રીના નવ થી અગિયાર વાગ્યાના અરસામાં સરકાર દવારા ગરીબો માટે ફાળવવામાં આવતુ  સસ્તુ કેરોસીન સરકાર દવારા નીમેલા વિક્રેતાઓ સાથેસાંઠ ગાંઠ કરી ઉઘરાવામાં આવે છે, મળતી માહિતી મુજબ 33 રૂપિયાની આસપાસ નું કેરોસીન  કાળાબજારમાં 60 થી 70 રૂપિયામાં વેચાય છે મોટાભાગનું આવું કેરોસીન ટ્રક ચાલકો ડીઝલ સાથે ભેળસેળ કરવા ખરીદતા હોય છે ,આ બે નંબરના ધંધા માં ઉમરેઠની કેટલીક ટોળકી કાર્યરત છે.
  • લેખન- નિમેષ પીલુન

Related posts

નાર ખાતે આવેલ ગોકુલધામ પરિસરમાં થયો ગણેશ ઉત્સવ પ્રારંભ

Charotar Sandesh

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની આણંદના સાંસદ મિતેષ પટેલ દ્વારા અનોખી ઉજવણી…

Charotar Sandesh

આણંદના વોર્ડ નં.૧૧માં પ્રધાનમંત્રીની મન કી બાત કાર્યક્રમ જીલ્લા ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં યોજાયો…

Charotar Sandesh