આ દરમિયાન ફક્ત એક જ કાર વેચાઈ…
ન્યુ દિલ્હી : ટાટા મોટર્સે આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં એક પણ નેનો કારનું પ્રોડક્શન કર્યું નથી. ફેબ્રુઆરીમાં એક નેનોના વેચાણની જરૂરિયાત હતી. જોકે કંપનીએ નેનોનું પ્રોડક્શન કાયમ માટે બંધ કરવાની જાહેરાત કરી નથી. જોકે કંપનીના અધિકારી એ સંકેત આપી ચૂક્યા છે કે એપ્રિલ ૨૦૨૦થી નેનોનું ઉત્પાદન અને વેચાણ સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવી શકે છે. તેમણે કહ્યું હતું કે બીએસ-૬ ઉત્સર્જન માપદંડ અને નવા સુરક્ષા નિયમ પુરા કરવા માટે નેનોમાં આગળ રોકાણની યોજના નથી.
ટાટા મોટર્સે જાન્યુઆરી ૨૦૦૮માં દિલ્હીમાં થયેલા ઓટો એક્સપોમાં આમ આદમીની કારના રૂપમાં નેનોને રજૂ કરવામાં આવી હતી. માર્ચ ૨૦૦૯માં શરૂઆતની કિંમત ૧ લાખ રૂપિયા(બેસિક મોડલ)ની સાથે નેનો બજારમાં આવી હતી. જોકે આ કાર તેની આશા પર ખરી ઉતરી શકી ન હતી. છેલ્લા થોડા વર્ષથી વેચાણમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગત વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી ટાટા મોટર્સે ૨૯૭ નેનોનું પ્રોડક્શન કર્યું અને ઘરેલું બજારમાં ૨૯૯ કાર વેચી હતી.