Charotar Sandesh
ઈન્ડિયા બિઝનેસ

મંદી દેવીનો પ્રકોપ : ગ્રામ્ય વિસ્તારોની ખરીદી છેલ્લા ૭ વર્ષમાં સૌથી નબળી…

અર્થતંત્રની મંદીથી FMCG સેકટરને મરણતોલ ફટકો : આર્થિક સંકટ ર૦૦૮ કરતાં પણ મોટુઃ વપરાશમાં છેલ્લા ર૦ માસથી થઇ રહેલો ઘટાડો ચિંતાજનક…

મુંબઇ : ભારતનો આર્થિક વિકાસ દર એપ્રિલથી જૂન કવોર્ટરમાં છેલ્લા છ વર્ષમાં સૌથી નબળો રહ્યો છે. છેલ્લા એક પખવાડીયામાં વધુ ને વધુ એજન્સીઓ ભારતનો આર્થિક વિકાસ દર નબળો રહેશે એવી આગાહી કરી ચૂકી છે ત્યારે અગ્રણી રિસર્ચ સંસ્થા નિલ્સન અનુસાર જુલાઇથી સપ્ટેમ્બર દરમિયાન દેશના ગ્રામ્ય વિસ્તારોની ખરીદી છેલ્લા સાત વર્ષમાં સૌથી નબળી રહી છે એવો અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે.

નિલ્સનના ફાસ્ટ મૂવિંગ કન્ઝયુમર ગુડસના જૂલાઇથી સપ્ટેમ્બર ર૦૧૯ ના આંકડા અનુસાર દેશભરમાંથી ખરીદીની વૃધ્ધિ માત્ર ૭.૩ ટકા જોવા મળી છે જે ગયા વર્ષે ૧૬.ર ટકા હતી. આ વૃધ્ધિમાં વપરાશ ગયા વર્ષે ૧૩.ર ટકા વધ્યો હતો જે આ વર્ષે માત્ર ૩.૯ ટકા રહ્યો હોવાનું પણ નિલ્સન જણાવે છે. ફાસ્ટ મૂવિંગ કન્ઝયુમર ગુડસમાં સાબુ, શેમ્પુ, બિસ્કિટ, ખાદ્યતેલ જેવી ચીજોનો સમાવેશ થાય છે.

નિલ્સન જણાવે છે કે છેલ્લાં સાત વર્ષમાં પ્રથમ વખત ભારતમાં ગ્રામ્ય વિસ્તારોની વૃધ્ધિ શહેરી વિસ્તારમાં જૂલાઇથી સપ્ટેમ્બર દરમિયાન વૃધ્ધિ માત્ર પાંચ ટકા રહી છે જે ગયા વર્ષે ર૦ ટકા જેટલી હતી. બીજી તરફ શહેરી વિસ્તારની વૃધ્ધિ ર૦૧૮ માં ૧૪ ટકા હતી એ આ વર્ષે ઘટી ૮ ટકા રહી છે. ગ્રામ્ય વિસ્તાર કુલ એફએમસીજી બજારમાં ૩૬ ટકા જેટલો હિસ્સો ધરાવે છે. અને એનો વિકાસ દર શહેરી વિસ્તાર કરતાં ત્રણ થી પાંચ ટકા જેટલો વધારે જોવા મળ્યો છે.

Related posts

યોગી સરકારનો સપાટો : એસટીએફ સાથે અથડામણમાં મુખ્તાર અંસારી ગેંગના બે શૂટર ઠાર…

Charotar Sandesh

લોકડાઉન ખુલતા જ ટ્રાન્સપોર્ટરોની હડતાલ પર જવાની જાહેરાત…

Charotar Sandesh

વડાપ્રધાન મોદીની સંપત્તિ વધીને ત્રણ કરોડને પાર

Charotar Sandesh