લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં દેશમાં ઘણી જગ્યાઓ પર અકલ્પનિય મતદાન થયું હતું. ૨૦ રાજ્યોની ૯૧ લોકસભા બેઠકો પર થયેલા આ મતદાન બાદ ચૂંટણી પંચનું કહેવું છે કે પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયાની પેટર્ન લગભગ ૨૦૧૪ની ચૂંટણી જેવી જ છે. પ્રારંભના આંકડાઓ જાઈને એમ લાગી રÌšં છે કે, પ્રથમ તબક્કામાં મતદાન ધાર્યા કરતા ઓછું થયું છે. પરંતુ ચૂંટણી પંચનું કહેવું છે કે, આવનારા સમયમાં આ ગ્રાફ ઉપરની દિશામાં જશે. કારણકે કેટલીક જગ્યાએ મતદાન કરવાના સમય વિશે ત્યાંના સ્થાનિક લોકોને સાંજે પાંચ વાગ્યા સુધી જાણકારી જ ન હતી.
ત્રિપુરા અને પશ્ચિમ બંગાળમાં જંગી મતદાન થયું હતું. ત્રિપુરામાં ૮૧.૮ ટકા અને પશ્ચિમ બંગાળની બે બેઠકો પર ૮૧ ટકા મતદાન થયું હતું. આંધ્ર પ્રદેશમાં પણ મતદાતાઓનો ઉત્સાહ જાવા મળ્યો હતો. મતદાન કરવા માટે લાઈનમાં ઉભેલા મતદાતાઓને મતદાનનો અવસર નિશ્ચિત સમય પછી પણ મોડી રાત સુધી આપવામાં આવ્યો હતો.
જમ્મુ-કાશ્મીરમાં પણ રેકોર્ડ બ્રેક ૭૨ ટકા મતદાન થયું હતું. આતંક પ્રભાવિત બારામૂલામાં ૩૫ ટકા મતદાન થયું હતું. જાકે ૨૦૧૪માં આ આંકડો ફક્ત ૩૮.૫ ટકા જ હતો. લોકોને મતદાન કેન્દ્ર સુધી સુરક્ષિત રીતે લઈ જવા માટે અતિસંવેદનશીલ વિસ્તારોમાં લશ્કરનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હતો.
આ પહેલી લોકસભાની ચૂંટણી છે કે જેમાં વીવીપેટનો ૧૦૦ ટકા ઉપયોગ કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચે પોતાના રિપોર્ટમાં કÌšં કે, ૦.૭ ટકા ઈવીએમ બેલેટ યુનિટ, ૦.૬ ટકા ઈવીએમ કંટ્રોલ યુનિટ અને ૧.૭ ટકા વીવીપેટને બદલવામાં આવ્યા છે. ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં થયેલ ૬૦૭ કરોડ રૂપિયાના ખર્ચની સરખામણીએ આ વખતે ખર્ચો લગભગ બમણો થાય તેવું અનુમાન છે.