Charotar Sandesh
ઈન્ડિયા

મહારાષ્ટ્રના સ્વરાજ્ય પર સર્જિકલ સ્ટ્રાઈલ કરાઈ : ઉદ્ધવ ઠાકરે

ભાજપ ગૃહમાં બહુમતી સાબિત કરી નહીં શકે, અજીત પવાર સામે ગેરશિસ્ત ભંગના પગલા લેવાશે : શરદ પવારની જાહેરાત…

મુંબઇ : આજે ઝડપભેર બનેલા રાજકીય ઘટનાક્રમમાં મહારાષ્ટ્રમાં ભાજપે એનસીપીના એક અલગ પડેલા જુથના ટેકાથી સરકાર બનાવતાં એનસીપી શરદ પવાર અને શિવસેનાના ઉદ્ધવ ઠાકરેએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. પત્રકાર પરિષદમાં એનસીપીના પ્રમુખ શરદ પવારે દેખીતી રીતે તેમના ભત્રીજા અજીત પવારના પગલાથી વ્યથિત એવા કહ્યું કે આ નિર્ણય અજિત પવારનો એકલાનો છે અને એનસીપીની તે વિચારધારાની વિરુદ્ધ છે.

પત્રકારોના સવાલોના જવાબમાં તેમણે કહ્યું કે ’અમારે ગેરશિસ્ત અંગેના પગલાં લેવાના છે, અને અમે કરીશું. અમે રાજ્યમાં સરકાર બનાવીશું. એનસીપીની શિસ્ત સમિતિ અજિત પવાર વિરુદ્ધ નિર્ણય લેશે. મને અચાનક જ અજિત પવાર નાયબ મુખ્ય પ્રધાન બનવા વિશે ખબર પડી, એમ પણ તેમણે કહ્યું હતું.

પવારે કહ્યું, ’મને આજે સવારે ૬ઃ૩૦ વાગ્યે શપથ વિધિ વિશે માહિતી આપવામાં આવી હતી. પક્ષના નેતાની પસંદગી દરમિયાન ધારાસભ્યોની સહીઓ લેવામાં આવી હતી અને મને આશંકા છે કે આ સહીવાળો પત્ર રાજભવનમાં આપવામાં આવ્યો હશે. શરદ પવારની સાથે પ્રેસ કોન્ફરન્સમાં એનસીપીના કેટલાક ધારાસભ્યો પણ આવ્યા હતા. આ ધારાસભ્યોએ પોતે પવાર સાથે હોવાની વાત કરી છે. પવારે કહ્યું કે અમારી પાસે ૧૫૬ ધારાસભ્યોનું સમર્થન છે અને જે એનસીપીના કાર્યકર છે તે અજિત પવાર સાથે નહીં જાય. પક્ષના વડાએ કહ્યું કે એનસીપીનો કોઈ કાર્યકર એનસીપી-ભાજપ સરકારના સમર્થનમાં નથી. જ્યારે, શિવસેનાના સુપ્રિમો ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર ફરી એકવાર પ્રહારો કરતાં કહ્યું કે આખો દેશ ભાજપનો ચાલી રહેલો ખેલ જોઈ રહ્યો છે. ઠાકરેએ કહ્યું કે મને માહિતી મળી છે કે રાષ્ટ્રપતિ શાસન હટાવવા માટે સવારે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બોલાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે શિવસેનાએ જનાદેશનો આદર કર્યો છે અને અમે જે કરીએ છીએ તે ખુલ્લેઆમ કરીએ છીએ.

Related posts

દેશમાં કોરોનાના કુલ કેસ ૬૦ લાખને પાર : ૨૪ કલાકમાં નવા ૮૨,૧૭૦ કેસ…

Charotar Sandesh

રાહુલ ગાંધીએ જુઠ્ઠુ બોલવામાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે : પીએમ મોદી

Charotar Sandesh

ઘરેથી ૪૮ વાર ભોજન આવ્યું, માત્ર ત્રણ વખત કેરી હતી : અરવિંદ કેજરીવાલે કોર્ટમાં જણાવ્યું

Charotar Sandesh