વિધાનસભા ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયુ, બંન્ને રાજ્યોમાં આચારસંહિતા લાગુ…
ન્યુ દિલ્હી : ચૂંટણી પંચે શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનિલ અરોરાએ જાહેરાત કરતા જણાવ્યું કે, મહારાષ્ટ્રની ૨૮૮ વિધાનસભા બેઠકો પર ૨૧ ઓક્ટોબરના જ્યારે હરિયાણાની ૯૦ બેઠકો પર પણ ૨૧ ઓક્ટોબરના એક તબક્કામાં મતદાન યોજાશે. આ સાથે જ બન્ને રાજ્યોની ચૂંટણીનું પરિણામ ૨૪ ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવશે. ૨૭ ઓક્ટોબર સુધીમાં ચૂંટણીની તમામ પ્રક્રિયા પૂર્ણ કરાશે તેમ મુખ્ય ચૂંટણી કમિશ્નરે જણાવ્યું હતું. ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ બંને રાજ્યમાં આચાર સંહિતા લાગુ થઇ ગઇ છે.
મહારાષ્ટ્રમાં ૮.૯૪ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. મહારાષ્ટ્રમાં ૧.૮ લાખ અને હરિયાણામાં ૧.૩ લાખ ઈફસ્નો ઉપયોગ થશે. મહારાષ્ટ્રની ૨૮૮ સભ્યો વાળી વિધાનસભાનો કાર્યકાળ ૯ નવેમ્બરે અને હરિયાણાની ૯૦ સભ્યો વાળી વિધાનસભાનો કાર્યકાળ ૨ નવેમ્બરે સમાપ્ત થશે.
ચૂંટણી પંચે ઐતિહાસિક નિર્ણય જાહેર કર્યો છે. મુખ્ય ચૂંટણી અધિકારી સુનિલ અરોડાએ જાહેરાત કરી છે કે દેશની આ પ્રથમ ચૂંટણી હશે જેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરી શકાય. આ ચૂંટણી પ્લાસ્ટિક મુક્ત ચૂંટણીઓ હશે.
મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે આજે બંને રાજ્યોની ચૂંટણી અને ગુજરાત-પંજાબની વિધાનસભાની પેટા-ચૂંટણીઓની જાહેરાત સાથે જ આદર્શ આચાર સંહિતનો અમલ શરૂ થઈ જશે.
સુનિલ અરોડાએ વધુમાં જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં પ્રત્યેક ઉમેદવાર ૨૮ લાખ રૂપિયા ખર્ચ કરી શકશે. ચૂંટણીના ફોર્મમાં અધૂરી વિગતો આપનારા ઉમેદવારોનું ફોર્મ રદ થશે. ઉમેદવારોએ પોતાના ક્રિમિનલ રૅકર્ડની વિગતો આપવાની રહેશે.
૨૭મી સપ્ટેમ્બરે ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે. આ ચૂંટણીમાં ઉમેદવારોના ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૪ ઑક્ટોબર રહેશે. લોકસભાની ચૂંટણીની જેમ વિધાનસભાની ચૂંટણીમાં પણ પાંચ ફફઁછ્ સાથે ઈફસ્ના આંકડાને મેચ કરાશે.
લોકસભા ચૂંટણી બાદ દેશમાં પહેલીવાર કોઈ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી થઈ રહી છે. હાલ મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાની ગઠબંધન સરકાર સત્તા પર છે, જ્યારે હરિયાણામાં ભાજપ એકલા હાથે સત્તા પર છે. હરિયાણામાં કુલ ૯૦ વિધાનસભા બેઠકો છે, જ્યારે મહારાષ્ટ્રમાં ૨૮૮ વિધાનસભા બેઠકો છે. હરિયાણામાં ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ૯૦માંથી ૪૭ બેઠકો જીતી હતી. જ્યારે મહારાષ્ટ્રમાં ભાજપે ૧૨૨ અને તેના સાથી પક્ષ શિવસેનાએ ૬૩ બેઠકો પર વિજય મેળવ્યો હતો.