ખંભાત ખાતે લાયઝન અધિકારીઓની જિલ્લા કલેકટર દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને મળેલ બેઠક…
ખંભાત : સંભવિત મહા વાવાઝોડા સામે સમગ્ર આણંદ જિલ્લામાં જાહેર જનતાની સલામતી માટે અને સાવચેતીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરા પગલાં લેવામાં આવ્યા છે અને જાહેર જનતા માટે આવનારા વાવાઝોડા સમયે અને ત્યારબાદની સ્વયમ કરવાની વ્યવસ્થા અંગે પણ નાગરિકોને જાગૃત કરવામાં આવ્યા છે. નાગરિકોએ શું કરવું અને શું ન કરવું તે અંગેની સમજ ગ્રામ્ય સ્તર સુધી આપવામાં આવી છે.
દરમિયાન કલેકટર દિલીપ રાણાએ ખંભાત તાલુકા પંચાયતના સભાખંડ ખાતે દરિયા કિનારેના ૧૫ ગામોના અધિકારીઓ સાથે ગામ દીઠ કરાયેલ વ્યવસ્થા અંગે ની વિગતો મેળવી માર્ગ દર્શન કર્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી આશિષ કુમાર અને પ્રાંત અધિકારી, નાયબ પોલીસ વડા સહિત તમામ અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં પ્રાદેશિક મ્યુનસિપાલિટીના કમિશ્નર પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
વાવાઝોડું આવે તે પહેલાં ખંભાત શહેરમાં નગરપાલિકા દ્વારા નાગરિકોને પૂરતા પ્રમાણમાં કે તે થી વધુ પાણીનો જથ્થો પૂરો પાડવા સૂચના આપવામાં આવી હતી. જેથી વાવાઝોડાના કારણે વીજ પ્રવાહ બંધ રહે તો નાગરિકોને તકલીફ ન રહે. સાથે સાથે ખંભાત શહેરમાંથી હોર્દિગ ઉતારવાની અને નુકસાન કારક ઝાડ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.